કોરોના કાળમાં આયુર્વેદિક અને કુદરતી દવાઓના વ્યવસાયમાં અચાનકથી વધારો થઇ ગયો છે. લોકો આ આયુર્વેદિક દવાઓ તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આ આયુર્વેદિક દવાઓ બનાવવામાં તુલસી જેવા ઔષધીય છોડ (Medicinal Plants) નો પણ ઉપયોગ કરવામાં આવે છે. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન તુલસીની માંગમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. આવામાં તમે તુલસીની ખેતી કરીને સારા પૈસા કમાવી શકો છો.
તુલસીની ખેતીની ખાસ વાત એ છે કે તમારે આ તુલસી ની ખેતી કરવા માટે વધારે પૈસા રોકવા પડતાં નથી. તમે ફક્ત 15 હજાર રૂપિયા ખર્ચ કરીને આ તુલસીની ખેતી સરળતાથી કરી શકો છો. ત્રણ મહિના પછી જ્યારે આ તુલસી ઉગીને તૈયાર થઇ જાય છે, ત્યારે તમે ત્રણ લાખ રૂપિયા સુધીની કમાણી (આવક) કરી શકો છો. તુલસીની ખેતી કરવા માટે તમારે લાંબા વ્યાપક વાવેતરની જરૂર પડતી નથી. તમે કોન્ટ્રાકટ (કરાર) ખેતી દ્વારા પણ તમારો આ ખેતીનો વ્યવસાય શરૂ કરી શકો છો.
ખરેખર બજારમાં ઘણી આયુર્વેદિક કંપનીઓ જેમ કે ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે જેવી હાજર છે જે કોન્ટ્રાકટ (કરાર) પર તુલસીની ખેતી કરાવી રહ્યા છે. આ કંપનીઓને પણ તુલસીનું વેચાણ કરીને ઘણા બધા પૈસા કમાવી શકાય છે. તુલસીની ખેતી નો વ્યવસાય આ કોરોના કાળમાં મોટા ફાયદાનો સોદો સાબિત થઇ શકે છે. આ કોરોના મહામારીના યુગમાં ઘણા લોકોની નોકરી જતી રહી તો ઘણા લોકોના ધંધા ચોપટ થઇ ગયા છે. ત્યારે આવા વિકટ સમયમાં આફતને તકમાં ફેરવી દેતા તુલસીની ખેતી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તો પછી રાહ જુઓ નહિ? જો તમને ખેતી કરવાનો શોખ છે અને તમારી પાસે વધારે મૂડી રોકાણ નથી, તો આજથી જ તુલસીની ખેતી કરવાનું શરૂ કરી દો. આ માટે કોઈ ખાસ અનુભવની જરૂર હોતી નથી. તુલસીની ખેતી માટે જમીન ન હોય તો તેને ઘણા બધા વાસણોમાં પણ ઉગાડી શકાય છે. તમારે ફક્ત વાવણી માટે તુલસીના બીજની વ્યવસ્થા કરવી પડશે. આ પછી, ત્રણ મહિનાની રાહ જુઓ અને ત્યારબાદ લગભગ 3 લાખ રૂપિયાની આવક થઈ શકે છે.
જો તમને તુલસીની આ ખેતીનો વિચાર ગમ્યો હોય, તો પછી તમે તેને બીજા લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. ખાસ કરીને જે લોકોને પૈસાની ઘણી જરૂર છે, તમે તેને યોગ્ય માર્ગદર્શન આપી શકો છો. ઘરની મહિલાઓ પણ આ ખેતી કરી શકે છે. આમાં કોઈ શંકા નથી કે તુલસીમાં ઘણા બધા ઔષધીય ગુણધર્મો હોય છે. કોરોના કાળમાં આ તમને ઘણી કામ આવી શકે છે. તેથી તમે પણ આ મહામારીના સમયે તુલસીને દરરોજ ખાઓ. તુલસીના પાંદડાની ચા પણ બનાવવામાં આવી શકે છે.