દક્ષિણ આફ્રિકાથી ઇન્ટરનેટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં ભેંસોના ટોળાએ સિંહને લગભગ કચડી નાખ્યો હતો. આ ઘટનાને ડીઓન કેલબ્રિક નામના ટૂર ગાઈડ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી હતી, જે પ્રવાસીઓના એક જૂથ સાથે તેના સફારી વાહનમાં હતો. સિંહને થોડી ઈજાઓ થઈ હતી પરંતુ ગુસ્સે થયેલા ટોળામાંથી બચવામાં સફળ રહ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર શેર કરવામાં આવેલ વિડીયોમાં ભેંસનું ટોળું તેમના શિંગડા વડે એકલા વૃદ્ધ સિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. યુટ્યુબ કેપ્શન મુજબ, સિંહોનો સમૂહ શિકાર પર હતો અને તેણે ભેંસોના ટોળા પર હુમલો કર્યો. ડીયોને કહ્યું, “સિંહે ભેંસના ટોળાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો અને આખા ટોળાએ વળતો જવાબ આપ્યો, સિંહોમાં ભાગમદોડ મચી ગઇ કમનસીબે, વૃદ્ધ નર સિંહ તેની ઈજાને કારણે ઝડપથી બહાર નીકળી શક્યો નહીં.
View this post on Instagram
આ ક્લિપને ઈન્સ્ટાગ્રામ પર 4.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવી છે. સિંહનું કૃત્ય જોઈ લોકો ગભરાઈ ગયા હતા. જો કે, ટુર ગાઇડે સિંહ સુરક્ષિત હોવાની ખાતરી આપી હતી. કેપ્શનમાં લખ્યું છે કે, “બાકીના સિંહો તેની મદદે આવે તે પહેલા તેને લગભગ 15 મિનિટ સુધી ફેંકી દેવામાં આવ્યો અને કચડી નાખવામાં આવ્યો. તે બચી ગયો અને હજુ પણ જીવિત છે, પરંતુ આંતરિક નુકસાન સાથે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.”