આ છે ભારતની 10 રહસ્યમય ભૂતિયા જગ્યા, જાણો તેના સાથે સંકળાયેલી વાતો

ભારત એક એવો દેશ છે જેનો ગૌરવશાળી ઇતિહાસ રહેલો છે. અહીંની ઇમારતો ન જાણે દાયકાઓથી તેની અંદર ઇતિહાસને સાચવીને બેઠી છે. આ દેશ જેટલો ઐતિહાસીક છે એટલો જ રહસ્યમાં ડુબેલો પણ છે. દેશ વિદેશથી દરવર્ષે લાખો પર્યટકો અહીંની સંસ્કૃતિનો પરિચય મેળવવા આવે છે.

પરંતુ શું તમે જાણો છો આ દેશમાં કેટલીક જગ્યાઓ એવી પણ છે જેમાં ઘણા વણઉકેલ્યા રહસ્યો છુપાયેલા પડ્યા છે. આ જગ્યાઓને લઇને ઘણા પ્રકારની વાર્તાઓ મશહૂર છે જો કે ભૂત-પ્રેત જેવી ચીજો એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક ડર માત્ર છે.

1. ભાનગઢનો કિલ્લો, અજબગઢ, રાજસ્થાન.

રાજસ્થાનના આ કિલ્લાને અહીંની સૌથી ડરાવણી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. જંગલો વચ્ચે આવેલા આ કિલ્લાના ડરાવણા હોવા પાછળ એક વાત અહીં પ્રચલીત છે. એવું કહેવાય છે કે એક જાદુગર ભાનગઢની રાજકુમારીના રૂપ પાછળ પાગલ હોય છે અને કાળાજાદુનો સહારો લઇને તે તેને હાંસલ કરવા માંગતો હતો.

પરંતુ રાજકુમારીએ કંઇક એવું કર્યું જેના કારણે જાદુગરનો જાદુનો ઉલ્ટો પ્રભાવ પડ્યો અને જાદુગરનું મોત થઇ ગયું. મરતા પહેલા આ તાંત્રીક જાદુગરે શ્રાપ આપ્યો હતો કે કિલ્લામાં રહેનાર લોકો જલ્દીથી મરી જશે અને આજીવન તેઓની આત્મા આ કિલ્લામાં ભટકતી રહેશે. એવું કહેવાય છે કે આજ કારણોસર આ કિલ્લામાં તેની આત્મા ભટકે છે.

2. ડુમસ બીચ, ગુજરાત.

ગુજરાતના સમુદ્ર કિનારે સ્થિત ડુમસ બીચ પર્યટકો માટે ખાસ છે. ઘણાખરા પ્રવાસીઓ આ બીચ પર આનંદ પ્રમોદ માટે આવે છે. પરંતુ સ્થાનિક લોકોની વાત સાંભળીએ તો ભલભલાને પરસેવો છુટી જાય. સ્થાનીકોનું કહેવું છે કે આ બીચ પર અદ્રશ્ય તાકાતો રહે છે. સુર્યાસ્ત બાદ જો તમે બીચ પર જાવ તો તમને અલગ અલગ પ્રકારના અવાજો સાંભળવા મળે છે. એક સમયે આ જગ્યા પર કબ્રસ્તાન માટેની જગ્યા હતી.

3. ડીસુઝા ચાલ, માહિમ, મુંબઇ.

એવું કહેવામાં આવે છે કે આ ચાલ આસપાસ એક ચૂડેલની આત્મા ભટકતી રહે છે. જે 25 વર્ષ પહેલા આ ચાલમાં રહેતી હતી અને એક રાતે પાણી ભરવા માટે કુવા પાસે ગઇ અને ભૂલથી કુવામાં પડી અને મરી ગઇ. હાલમાં આ કુવાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ લોકોનું કહેવું છે કે ત્યારથી તેની આત્મા ચાલમાં ભટકે છે.

4. શનિવાર વાડાનો કિલ્લો, પુણે.

આ કિલ્લામાં ઘણી વખત લોકોના કણસવાનો અવાજ આવે છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પશ્વિમ ભારતીય વિસ્તાર પર પેશ્વાઓનો અધિકાર હતો એ સમયે પેશ્વાઓના રાજકુમાર નારાયણ નામના બાળકને તેની કાકીના કહેવાથી હત્યા કરી દેવામાં આવી હતી.

આખા મહેલમાં દોડા દોડી કરીને આ બાળક તેના કાકાને મદદ માટે પોકારતો રહ્યો, પરંતુ તેના કાકા ખુદ આ ષડયંત્રમાં સામેલ હતા. બાદમાં હત્યારાઓએ આ બાળકને શોધીને તેની હત્યા કરી નાખી. એવું કહેવામાં આવે છે કે આજે પણ આ બાળકના રડવાનો અવાજ આ કિલ્લામાં ક્યારેક સાંભળવા મળે છે.

5. જી.પી.બ્લોક, મેરઠ.

આ વિસ્તાર અંગે ઘણી વાતો સામે આવી છે. કોઇ કહે છે કે અહીં લાલ રંગની સાડી પહેરીને એક સ્ત્રી ક્યારેક બિલ્ડીંગની ઉપર અને ક્યારેક બહાર આવતી જતી જોવા મળે છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે અહીં ચાર છોકરાઓને ઘરની અંદર ટેબલ ઉપર એક મીણબત્તીના અજવાળામાં બીયર પીતા પણ જોવા મળે છે. આ પ્રકારની ઘટનાઓના કારણે લોકોએ આ બિલ્ડીંગની અંદર જવાનું બંધ કરી દીધું છે.

6. વૃંદાવન સોસાયટી, થાણે.

માનવામાં આવે છે કે એક સમયે કોઇ વ્યક્તિએ અહીં આત્મહત્યા કરી લીધી હતી અને એ કારણોસર આ જગ્યા પર આત્માનો પડછાયો જોવા મળે છે.

7. બોમ્બે હાઇકોર્ટ.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર બોમ્બે હાઇકોર્ટની આસપાસનો વિસ્તાર પણ હોન્ટેડ પ્લેસ માનવામાં આવે છે.

8. દિલ્હી કેન્ટોનમેન્ટ.

અહીંથી પસાર થતા લોકોના જણાવ્યા અનુસાર જે પણ અહીંથી પસાર થાય છે તેઓને સફેદ સાડી પહેરેલી એક યુવતી જોવા મળે છે અને તે લોકો પાસેથી લિફ્ટ માગે છે. જો લોકો ગાડી રોકે નહીં તો તે ગાડીની સાથે ભાગે છે.

9. રામોજી ફિલ્મ સીટી, હૈદ્રાબાદ.

હૈદ્રાબાદ સ્થિત રામોજી ફિલ્મ સીટી યુદ્ધ ભૂમિ પર વસેલું છે. કહેવામાં આવે છે કે સૈનિકોની આત્માઓ ભૂત બનીને અહીં ભટકે છે. એવું પણ કહેવાય છે કે અહીં ફિલ્મોના શુટીંગ દરમ્યાન ઘણી અસાધારણ શક્તિઓ જોવા મળે છે. આ સ્થળને સૈનિકોનું કબ્રસ્તાન કહેવામાં આવે છે.

10. રાજકિરણ હોટલ, લોનાવાલા, મુંબઇ.

મુંબઇ પાસેના લોનાવાલાની રાજ કિરણ હોટલ ભુતિયા જગ્યાઓમાંની એક છે. જો કે આ અંગે ચર્ચાઓ શરૂ થયા બાદ પ્રવાસીઓને અહીં રાખવામાં આવતા નથી. પરંતુ એ પહેલા ઘણા પ્રવાસીઓએ અહીં અજીબોગરીબ ઘટનાઓનો અહીં અનુભવ થયો હોવાનું જણાવ્યું હતુ. અને કહ્યું હતું કે જ્યારે તેઓ હોટલની બહાર આંટો મારવા નીકળતા ત્યારે તેમના પગ પર વાદળી પ્રકાશ જોવા મળતો હતો. એટલું જ નહીં સુતા સમયે કોઇ બેડ પરથી બેડશીટ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top