કેનેડા-યૂએસ બોર્ડર પર મોતને ભેટેલા પટેલ પરિવારના તમામ સભ્યોની તસવીરો આવી સામે

કેનેડા-અમેરિકા બોર્ડર પર ગુજરાતના કલોલોમાં આવેલ ડિંગુચામાં રહેતો પટેલ પરિવાર ઠંડીમાં ઠુંઠવાઇ જતા મોતને ભેટ્યો છે. આ પટેલ પરિવારના લોકો ડિઝિટર વિઝા સાથે કેનેડા પહોંચ્યા હતા અને ત્યાંથી ગેરકાયદેસર ઘૂષણખોરી અમેરિકારમાં પ્રવેશ કરી રહ્યા હતા. ભ્ય સુરેશભાઈએ જણાવ્યું હતું કે, અમે એમ્બસીમાં સંપર્ક કરી રહ્યા છીએ. સોમવારે હકીકત જાણવા મળશે.

મૃતકોમાં એક જ પરિવારના ચાર સભ્‍યો હતા. જે અમેરિકાની ઉત્તરીય સરહદેથી આકરા શિયાળા દરમિયાન ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસણખોરી કરી રહ્યા હત. અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવા માગતા એક પુરૂષ, એક મહિલા, એક કિશોરી અને એક એક નવજાતનો સમાવેશ થતો પરિવાર કે જેની ઓળખ ઉત્તર ગુજરતન ગાંધીનગરના કલોલના રહેવાસી હોવાની થઇ છે.

આ પટેલ પરિવાર માઇનસ 35 ડિગ્રી સેલ્‍સિયસ તાપમાનમાં અમેરિકા-કેનેડાની સરહદ પાર કરી રહ્યો હતો. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ સરહદની એક મીટરની અંદર મળી આવ્‍યા હતા.

મિનેસોટા કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ફોજદારી ફરિયાદમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટીના સ્પેશિયલ એજન્ટ જોન ડી સ્ટેનલીએ કહ્યુંછે કે,‘અમને જાણવા મળ્યું છે કે તમામ વિદેશી નાગરિકો ગુજરાતી બોલતા હતા, જે પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં બોલાતી ભાષા છે. મોટાભાગના લોકો પાસે અંગ્રેજી ભાષા બોલવાની ક્ષમતા મર્યાદિત અથવા કોઈ ન હતી. હું એ પણ જાણું છું કે કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત ભારતની બહાર નોંધપાત્ર ગુજરાતી વસ્તી છે.’

કલોલનો પટેલ પરિવાર

આ ગમખ્વાર ઘટનામાં ભોગ બનનાર પરિવાર ઉત્તર ગુજરાતનાં ગાંધીનગર જિલ્લાના કાલોલના ઢીંગુચા ગામના પટેલ પરિવારના સભ્યો હતા. છેલ્લા બે મહિનાથી કલોલ પંચવટી વિસ્તારમાં આવેલ 32, ગ્રીન સીટી વિભાગ-1 માં રહેતા હતા. આ ઘટનાની જાણકારી મળતા જ કાલોલના ઢીંગુચા ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતકોના નામ

પટેલ ધાર્મિક જગદીશભાઈ (3)
પટેલ વિહાનગી જગદીશભાઇ (13)
પટેલ જગદીશભાઇ બળદેવભાઇ (35)
પટેલ વૈશાલીબેન જગદીશભાઇ (33)

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો