જૂનાગઢ શહેર અને જંગલ વિસ્તારમાં આવેલા વિવિધ માતાજીના પૌરાણિક મંદિરો પ્રત્યે શ્રદ્ધાળુઓ અખૂટ વિશ્વાસ ધરાવે છે. દામોદર કુંડ સામે અને સોનાપુરી પાછળ આવેલા જોગણીયા ડુંગર તરીકે પ્રખ્યાત ડુંગરમાં આવેલા જોગણીયા માતાજીનો પણ અનેરો ઇતિહાસ રહેલો છે.
નવનાથ ચોસઠ જોગણીઓ બિરાજમાન છે તેવા જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં જોગણીયા ડુંગરમાં જોગણીની ગુફામાં જોગણીયા માતાજી સ્વયંભૂ બિરાજમાન છે ગુફામાં કુદરતી પથ્થરની માતાજીની મૂર્તિ છે કુદરતી ગુફામાં માતાજીના વિવિધ મુખારવિંદોની પ્રતિકૃતિ માં આંખ અને જીભ બતાવતી જોગણીયા માતાજીની વિવિધ પ્રતિકૃતિ માં સ્વયંભૂ બિરાજમાન માતાજીના દર્શન થતા જોવા મળી રહ્યા છે.
જોગણીની આભા ભાવિકોમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે જોગણી માતા નું પથ્થરમાં આવેલું મુખારવિંદ કુદરતી ગુફામાં આવેલું છે. જોગણીયા માતાજીની નવરાત્રીના પાવન દિવસોમાં વધુ મહત્વતા જોવા મળી રહી છે ગુફામાં પણ નીચે બેસીને જ જવું પડે છે સાથે જ દૂરથી નાની જોવા મળતી ગુફાની અંદર માતાજીની વિવિધ પથ્થર ની મૂતિઓ છે.
લોકવાયકા મુજબ નવરાત્રીના પાવન દિવસોમાં જોગણીયા માતાજી ડુંગર વિસ્તારમાં જ રાસ ગરબા રમતા હોય છે. પૌરાણિક લોકવાયકા મુજબ ડુંગર વિસ્તારમાં ઝાંઝરના રણકાર પણ સાંભળવા મળે છે જેને લઇ ખુદ માતાજી રાસ ગરબા રમતા હોવાની પણ લોકવાયકા છે.
જોગણીયા ડુંગરમાં જોગણીયા ગુફામાં બિરાજમાન જોગણીયા માતાજી ના અનોખા સ્વરૂપ અંગે ખૂબ ઓછા લોકો પરિચિત હશે ઉપરાંત જોગણીયા ડુંગર વિસ્તારમાં જ ખોડીયાર માતાજી ,ચામુંડા માતાજી સહિતના વિવિધ માતાજીઓના પણ સ્થાનકો આવેલા છે જે પણ શ્રદ્ધાળુઓમાં અખૂટ વિશ્વાસ ધરાવે છે સાથે જ જંગલ વિસ્તારમાં આવેલા સ્થાનકોમાં બિરાજમાન માતાજીની મૂતઓ માં આબેહૂબ પ્રતિકૃતિ જોવા મળી રહી છે જોગણીયા ડુંગર પર આવેલા જોગણીયા ગુફા અને ગુફામાં બિરાજમાન સ્વયંભૂ માતાજી ને લઇ ખાસ કરીને નવરાત્રીના પાવનકારી દિવસોમાં સ્વયંભૂ બિરાજમાન જોગણીયા માતાજી નું અનેરૂ મહત્વ રહેલું છે.