ગુજરાતમાં કોરોના ની ત્રીજી લહેર એ બીજી લહેર કરતા પણ વધારે ઝડપી જોવા મળી રહી છે. આજે ગુજરાતમાં છેલ્લા 24 કલામાં 9941 કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે. આજે રાજ્યના 025 જિલ્લામાં દૈનિક કેસનો આંકડો ડબલ ડિજિટમાં નોંધાયા છે. જે એક ચિંતાનો વિષય છે.
આજે માત્ર અમદાવાદ અને સુરતમાં ચાર ડિજિટમાં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો સૌથી વધુ 3843 કેસ નોંધાયા છે. ત્યાં જ સુરત શહેરમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશન 776, રાજકોટ કોર્પોરેશન 319, સુરત 265, વલસાડ 218, ભરૂચ 217, ગાંધીનગર કોર્પોરેશન 150, નવસારી 147, ભાવનગર કોર્પોરેશન 130, કચ્છ 105, મોરબી 102 કેસ નોંધાયા છે.
આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 4 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા છે મોતનો કુલ આંકડો 10137એ પહોંચ્યો છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 43726 કેસ છે. જેમાથી 51 દર્દી વેન્ટિલેટર પર છે. ત્યાં જ 43675 દર્દીની સ્થિતિ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરિ રેટ 93.92એ પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 8,31,855 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
ગુજરાતમાં બીજી લહેરમાં મૃત્યુ દર ઊંચો હતો જેની સરખામણીએ ત્રીજી લહેરમાં મોતની સંખ્યા ઓછી નોંધાય છે. પરંતુ તકેદારી રાખવી એ જરૂરી છે.