રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 165 કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ પહેલા રાજ્યમાં 111 કેસ સામે આવ્યા હતા. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ મૃત્યુ નોંધાયુ નથી. તો કોરોનાની સારવાર બાદ 77 લોકો સાજા થયા છે. નવા કેસ બાદ રાજ્યમાં કુલ કેસનો આંકડો વધીને 12 લાખ 26 હજાર 528 પર પહોંચી ગયો છે. જ્યારે કોરોનાને લીધે અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 92 કેસ સામે આવ્યા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 22, સુરત જિલ્લામાં 12, ગાંધીનગર જિલ્લામાં 10, ભાવનગરમાં 6, જામનગર 5, મહેસાણા, નવસારીમાં ત્રણ-ત્રણ, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છમાં બે-બે અને બનાસકાંઠામાં એક કેસ સામે આવ્યો છે.
રાજ્યમાં એક્ટિવ કેસ 900ને પાર
નવા કેસની સાથે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 920 પર પહોંચી ગઈ છે. જેમાં એક દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 10945 લોકોના મોત થયા છે. જ્યારે કોરોનાની સારવાર બાદ 12 લાખ 14 હજાર 663 લોકો સાજા થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 99.03 ટકા છે.