ગુજરાતમાં આજે કેસમાં ઘટાડો… 9177 લોકોને કોરોના પોઝિટિવ

પ્રતિકાત્મક તસવીર

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે. આજે 10 હજારની નજીક કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. આજે 24 કલાકમાં 9177 કેસ નોંધાયા છે, તો 7 દર્દીના મોત થયા છે. તો કોરોનાને માત આપીનો આજે કુલ 5404 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2666 કેસ સુરતમાં 2497 કેસ, વડોદરામાં 1298 કેસ, રાજકોટમાં 587 કેસ,ભાવનગરમાં 295 કેસ, ગાંધીનગરમાં 320 કેસ નોંધાય છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નોંધાયો નથી.હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59564 પહોંચી ગઇ છે. હાલ ગુજરાતમાં કુલ 60 દર્દીઓ વેન્ટિલેટર પર છે, બાકીના તમામ સ્ટેબલ છે.

દેશમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. સાથે જ કોરોનાનો ખતરનાક વેરિએન્ટ ઓમીક્રોના કેસ પણ ઝડપી વધી રહ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 2 લાખ 68 હજાર 833 કેસ નોંધાયા છે. જ્યારે 402 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. જ્યારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 6041 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટીવી રેટ 16.66 ટકા થવા પામ્યો છે. મોટી વાત તો એ છે કે ગઇકાલની તુલનામાં આજે 4 હજાર 631 કેસ વધારે નોંધાયા છે. મહત્વનુ છે કે 14 જાન્યુઆરીએ કોરોનાના 2,64,202 કેસ નોંધાયા હતા.

ગુજરાતની ત્રીજી લહેરની ઘાતક શરૂઆત થઇ ચૂકી છે.કાલે કોરોનાના 10,019 કેસ નોંધાતા તંત્રના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, તો 2 દર્દીના મોત થયા હતા. તો કોરોનાને માત આપીનો આજે કુલ 4831 દર્દી ડિસ્ચાર્જ થયા હતા.

Scroll to Top