ગુજરાતમાં રોકેટ ગતિએ વધ્યાં કોરોનાના કેસ, 10 હજારને પાર આંકડો

ગુજરાતમાં કોરોના દિવસે બે ગણો અને રાત્રે ચાર ગણો કહેવતની જેમ તેજ ગતિથી લોકોને જકડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 10,150 કેસ સામે આવતા ત્રીજી લહેરની ખતરનાક સ્થિતિ આંખ સામે તરી રહી છે. આજે સૌથી વધુ અમદાવાદમાં 3315 કેસ સામે આવ્યા છે જ્યારે સુરતમાં 2752 કેસ તો રાજકોટમાં 467 કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં 264 કેસ, ભાવનગરમાં 376 કેસ સામે આવતા કોરોના પીક સ્પીડે આગળ વધી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે.કોરોનાને લીધે વધુ 8 લોકોના મોત થયા જયારે એક્ટિવ કેસની સંખ્યા 63,610 પર પહોંચી ગઈ છે.

જામનગરમાં 234 કેસ, જુનાગઢમાં 52 કેસ, વલસાડમાં 283 કેસ, કચ્છમાં 157 કેસ, ભરૂચમાં 130 કેસ, આણંદમાં 114 કેસ, નવસારીમાં 97 કેસ, મોરબીમાં 90 કેસ, મહેસાણામાં 85 કેસ, પાટણમાં 84 કેસ, ગીર સોમનાથ 83, દ્વારકામાં 55 કેસ, બનાસકાંઠામાં 54 કેસ, સુરેન્દ્રનગરમાં 54 કેસ, ખેડામાં 35 કેસ, અમરેલીમાં 34 કેસ, દાહોદમાં 17 કેસ, સાબરકાંઠામાં 15 કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7ને પ્રથમ 124 ને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 2079 ને રસીનો પ્રથમ 9108 નાગરિકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 21235ને પ્રથમ24619 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 66648 રસીના ડોઝ અપાયા હતા. આ ઉપરાંત 14716 રસીના પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 1,38,536 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં 9,47,98,818 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

Scroll to Top