કોરોનાના ચોંકાવનારા આંકડા, આજે ગુજરાતમાં નવા 12,753 કેસ

ગુજરાતમાં કોરોના ધીરે ધીરે ફુંફાડા મારી રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 12,753 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 5984 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,58,455 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવર રેટ 91.42 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 2,63,593 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 70374 એક્ટિવ કેસ છે. જે પૈકી 95 નાગરિકો વેન્ટિલેટર પર છે. 90279 નાગરિકો સ્ટેબલ છે. 8,58,455 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10164 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે કોરોનાને કારણે કુલ 5 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં અમદાવાદ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, પંચમહાલમાં 1 નાગરિકનું મોત થયું હતું.

Scroll to Top