ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવતી જાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 6, 679 કેસ કોરોના પોઝિટિવ આવતા 3જી લહેરનો અંત થોડા દિવસમાં થઇ જશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2350 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 277 કેસ તો રાજકોટ શહેરમાં 602 કેસ, વડોદરા શહેરમાં 809 કેસ સામે આવ્યા છે.
ગાંધીનગર શહેરમાં 288 કેસ, ભાવનગર શહેરમાં 76 કેસ સામે આવ્યા છે. કોરોનાનો પ્રકોપ ફેબ્રુઆરીની પ્રથમ સપ્તાહમાં સાવ સુસ્ત થઇ જશે તેઓ નિષ્ણાતો દાવો કરી રહ્યા છે. કોરોનાને લીધે 35 લોકોએ દમ તોડ્યો છે જે ત્રીજી લહેરના સૌથી વધુ મોતનો આંકડો છે. જ્યારે 14,171 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 83,793 સંખ્યા સુધી પહોંચી છે.
દેશમાં કોરોનાના કેસ ઓછા નોંધાઈ રહ્યા છે. પરંતુ મોતનો આકડો દિવસને દિવસે વધી રહ્યો છે જે એક ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 34 હજાર કરતા પણ વધારે કેસ નોંધાયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 893 લોકોના મોત પણ થયા છે. જેથી કહી શકાય કે દિવસને દિવસે મોતનો આંકડો વધી રહ્યો છે. કેરળમાં સ્થિતી કંટ્રોલની બહાર જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં અહીયા કોરોનાના 51, 570 કેસ નોંધાયા છે. જ્યારે 14 લોકોના અહીયા મોત થયા છે. કેરળ સરકાર દ્વારા હવે કોરોના કંટ્રોલમાં રાખવા વીકેંડ કર્ફ્યુને પણ એક દિવસના લોકડાઉનમાં ફેરવી દેવામાં આવ્યું છે.