કોરોના કેસમાં ઘટાડો, અમદાવાદમાં આજે 928 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના કેસો સતત ઘટી રહ્યા છે. શાળાઓ આવતીકાલથી શાળાઓ શરૂ થવા જઈ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,909 કેસ પોઝિટિવ આવ્યા છે. આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 928 કેસ સામે આવ્યા છે જ્યારે સુરત શહેરમાં 90 કેસ તો રાજકોટ શહેરમાં 108 કેસ, વડોદરા શહેરમાં 462 કેસ સામે આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 131 કેસ, ભાવનગર શહેરમાં 27 કેસ સામે આવ્યા છે. કોરોના ફેબ્રુઆરીની 15 તારીખ પછી ગુજરાતમાં એકદમ શાંત પડશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કોરોનાને લીધે 21 લોકોએ જીવ ખોયો છે. જ્યારે 8,862 દર્દીઓ સાજા થઇ હેમખેમ ઘેર પરત ફર્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની 38,644 સંખ્યા સુધી પહોંચી ગઈ છે

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 38644 દર્દી રિકવર થઇ ચુક્યાં છે. 215 નાગરિકો વેન્ટિલેટર પર છે. 38429 નાગરિકો સ્ટેબલ છે. 1153818 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10688 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 21 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 14 ને પ્રથમ અને 367 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 4077 ને પ્રથમ અને 8478 ને પ્રથમ અને 19396 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 19396 ને પ્રથમ અને 57938 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 16810 ને પ્રથમ અને 16810 ને બીજો ડોઝ અપાયો હતો. 32747 ને પ્રીકોર્શન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,70,890 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 99880825 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.

Scroll to Top