અહીં બાળકોને પાર્સલ દ્વારા દાદીમાના ઘરે મોકલવામાં આવ્યા, કારણ જાણી દંગ રહી જશો!

આ વાત 19મી સદીની છે. જૂના જમાનામાં લોકો તેમના નાના બાળકોને પાર્સલ દ્વારા તેમની દાદીમાના ઘરે મોકલતા હતા. તમને સાંભળવામાં થોડું અજીબ લાગશે, જ્યારે એક ક્ષણ માટે વિશ્વાસ કરવો મુશ્કેલ હશે, પરંતુ તે સાચું છે. હા અમે અહીં અમેરિકા જેવા વિકસિત દેશની વાત કરી રહ્યા છીએ. અહીં જૂના જમાનામાં બાળકોને આ રીતે દાદીમાના ઘરે મોકલવામાં આવતા હતા. આનું કારણ જાણીને તમે દંગ રહી જશો. ખરેખરમાં આવું કરવા પાછળનું કારણ પૈસા બચાવવાનું હતું.

ટ્રેનમાં મુસાફરી કરવી મોંઘી, બાળકોને પાર્સલ કરો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 19મી સદીમાં અમેરિકા જેવા વિકસિત દેશમાં બાળકોને ટ્રેનમાં મુસાફરી કરાવવી મોંઘી પડી રહી હતી. આ જ કારણ હતું કે લોકોએ બાળકોને દાદીના ઘરે લઈ જવાનો નવો રસ્તો શોધી કાઢ્યો. બાળકોને પાર્સલ દ્વારા દાદીમાના ઘરે મોકલવા લાગ્યા. આમ કરવું લોકો માટે આર્થિક રીતે સારૂ હતું. 1913 ની શરૂઆતમાં અમેરિકન પાર્સલ પોસ્ટ સર્વિસમાં પેકેજો મોકલવા માટે કેટલાક નિયમો હતા. આ નિયમો હેઠળ, લોકોએ બાળકોને સરળતાથી પાર્સલ દ્વારા મોકલવાનું શરૂ કર્યું.

પહેલીવાર 8 મહિનાનું બાળક આ રીતે દાદીના ઘરે ગયું

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના ઈતિહાસમાં નોંધાયેલો પહેલો કેસ 8 મહિનાના બાળકનો હતો. વર્ષ 1913માં 8 મહિનાના બાળકને ટિકિટ અને વીમા દ્વારા પાર્સલ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન આ વિચિત્ર કિસ્સો અખબારોમાં પણ પ્રકાશિત થયો હતો.

સેવા આખરે બંધ થઈ ગઈ

જો કે આ પ્રકારની સેવા અમેરિકામાં લાંબો સમય ટકી ન હતી. તે દરમિયાન જ્યારે મોટા અખબારોએ આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે આ સેવા બંધ કરવી પડી હતી. વર્ષ 1915માં જ આવી પ્રવૃત્તિ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે અગાઉ વર્ષ 1914માં 5 વર્ષની બાળકી મેય પિયરસ્ટોર્ફને તેના માતા-પિતાએ તેના દાદા-દાદીને પાર્સલ દ્વારા પહોંચાડી હતી.

Scroll to Top