આજકાલ યુવાનોમાં લગ્ન પેહલા પ્રિ વેડિંગ ફોટોગ્રાફીનો શોખ ધીમે ધીમે વધી રહ્યો છે, આમ તો લોકો પ્રિ-વેડિંગ નો વીડિઓ કે ફોટા માટે અઢળક રૂપિયા ખર્ચતા હોઈ છે, ત્યારે આના સારા લોકેશન લોકોને મળતા નથી જ્યાં જઈને સારા ફોટોગ્રાફ પાડી શકે.
તો જાણો પ્રી વેડિંગ ફોટોગ્રાફી માટે ખુબજ સરસ લોકેશન.વધી રહ્યો છે પ્રી-વેડિંગ શૂટનો ક્રેઝ. જો તમારા લગ્ન નજીકના ભવિષ્યમાં છે અને તમે પણ પ્રી-વેડિંગ શૂટનું પ્લાનિંગ કરી રહ્યા છો તો દેશના આ સ્થળો વિશે ખાસ જાણી લો. જો તમે અહીં પ્રી-વેડિંગ શૂટ કરાવશો તો લોકો જોતા જ રહી જશે.
જેસલમેર.
રાજસ્થાનમાં ઉદયપુર પ્રી-વેડિંગ માટે ખૂબ પોપ્યુલર છે પણ ત્યાં તો અનેક લોકો પ્રી-વેડિંગ શૂટ કરાવી ચૂક્યા છે માટે હવે તમે ત્યાંથી આગળ જેસલમેરમાં પ્રી-વેડિંગ શૂટ કરાવી શકો છો.
અહીં અનેક કિલ્લા, રણની વચ્ચે તમે ફોટોશૂટ કરાવી શકો છો.
કૂર્ગ.
કૂર્ગ નામનું આ રમણીય સ્થળ કર્ણાટકમાં આવેલું છે. અહીં ધોધ પાસે રોમાન્ટિક પ્રી-વેડિંગ શૂટ કરી શકો છો.
કચ્છનું રણ.
ગુજરાતમાં જ આવેલા કચ્છના રણમાં પણ પ્રી-વેડિંગ શૂટ યાદગાર સાબિત થશે.
અહીં લોકો પ્રી-વેડિંગ શૂટ માટે આવતા નથી એટલે જો તમે અહીં શૂટ કરવા આવશો તો આ ફોટોશૂટ યાદગાર સાબિત થશે.
ખંડાલા
જ્યાં અનેક ફિલ્મોનું શૂટિંગ થઈ ચૂક્યું છે તેવા ખંડાલામાં પ્રી-વેડિંગ શૂટ એક અલગ જ અનુભવ સાબિત થશે. ખંડાલા મહારાષ્ટ્રમાં આવેલું છે અને લોનાવાલા પણ ત્યાં પાસે જ આવેલું છે.
જબલપુર.
જબલપુર મધ્યપ્રદેશમાં આવેલું છે અને અહીં સુંદર ધોધ આવેલા છે. અહીં આવેલા ધોધને ભારતના નાયગ્રા ફૉલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
અહીં પ્રી-વેડિંગ શૂટ કરાવશો તો લોકો જોતા જ રહી જશે.