જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષને સ્પર્શીને ઘરતી પર પાછા ફર્યા, જાણો કેવી રહી તેમની યાત્રા…

વિશ્વના સૌથી ધનવાન બિઝનેસમેન જેફ બેઝોસ અંતરિક્ષને સ્પર્શીને ધરતી પર પરત ફરી આવ્યા છે. બ્લૂ ઓરિજીનનું ન્યૂ શેફર્ડ સ્પેસક્રાફ્ટ સ્પેસ લિમિટ માનવામાં આવનારી કર્મન લાઈનને પાર કરીને ધરતી પર પરત ફર્યા છે. જેફ બેઝોસની સાથે અન્ય ત્રણ યાત્રી પણ તેમની સાથે ગયા હતા. જેમાં એક વિશ્વના સૌથી ઉંમરલાયક એસ્ટ્રોનટ અને બીજા સૌથી યુવા એસ્ટ્રોનટ પણ બની ગયા છે.

આ સિવાય સાથે જ જેફી બેઝોસ સ્પેસ ટ્રાવેલ કરનારા બીજા અરબપતિ પણ બની ગયા છે. આ પહેલાં બ્રિટનના બિઝનેસમેન રિચર્ડ બ્રૈન્સન વર્જીન ગેલેક્ટીકમાં ઉડાન ભરીને પરત ફરી આવ્યા હતા. તે કર્મન લાઈનની પાર કરી શક્યા નહોતા.

તેમ છતાં ભલે જેફ બેઝોસ અંતરિક્ષની ઉંચાઈમાં પહોંચનારા પ્રથમ વ્યક્તિ ના બની શક્યા હોય, પરંતુ પોતાની કંપની બ્લૂ ઓરિજીનની સાથે તેમણે અલગ જ ઈતિહાસ રચી દીધો છે. જ્યારે ફ્લાઈટ સ્પેસે ઉડાન ભરી ત્યારે જ એક્સપર્ટ પાયલટ વોલી ફંક વિશ્વના સૌથી ઉંમરલાયક એસ્ટ્રોનટ બની ગયા હતા. તેમની સાથે જ 18 વર્ષના ઓલિવર ડેમન સૌથી યુવા એસ્ટ્રોનટ પણ બની ગયા હતા.

જ્યારે આ ન્યૂ શેફર્ડ રોકેટ સબઓર્બિટલ ફ્લાઈટ છે અને તે અવાજથી ત્રણ ઘણી ઝડપથી અંતરિક્ષ તરફ ચાલી હતી. તે ત્યાં સુધી સીધુ અંતરિક્ષમાં જતું રહ્યું કે, જ્યાં સુધી તેનું મોટાભાગનું ઈંધણ સમાપ્ત થયું નહીં.
જ્યારે આજથી 52 વર્ષ અગાઉ નીલ આર્મસ્ટ્રોંગ ચાંદની ધરતી પર પગ મુકનારા પ્રથમ વ્યક્તિ બન્યાં હતાં.

6 જુલાઈના રોજ અમેરિકાના ફ્લોરિડામાં સ્થિત જોન એફ કૈનેડી અંતરિક્ષ કેન્દ્રથી ઉડેલું નાસાનું અંતરિક્ષ યાન એપોલો 11 દિવસની મુસાફરી કર્યા બાદ 20 જુલાઈ, 1969 માં વ્યક્તિને ધરતીના પ્રાકૃતિક ઉપગ્રહ ચંદ્ર પર લઈને પરત આવ્યું હતું. આ યાન 21 કલાક 31 મીનીટ ચંદ્રની સપાટી પર રહીને આવ્યું હતું.

Scroll to Top