છોકરીઓના ગર્ભવતી થવાના મામલા વધવાથી હાઈકોર્ટ આશ્ચર્યચકિત, કહ્યું- સેક્સ એજ્યુકેશન પર પુનર્વિચાર જરૂરી

કેરળ હાઈકોર્ટે છોકરીના ગર્ભવતી થવાના કેસોમાં વધારા અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અશ્લીલ સામગ્રી ઓનલાઈન સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે યુવાનોને ઈન્ટરનેટના સુરક્ષિત ઉપયોગ વિશે શિક્ષિત કરવું જરૂરી છે.

કોર્ટે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ‘અમારી શાળાઓમાં અપાતા સેક્સ એજ્યુકેશન પર પુનર્વિચાર કરવાનો’. જસ્ટિસ વીજી અરુણે 13 વર્ષની છોકરીના ગર્ભપાતને મંજૂરી આપતાં આ વાત કહી હતી. આ કિસ્સામાં છોકરી તેના સગીર ભાઈ દ્વારા ગર્ભિત થઇ હતી.

ન્યાયાધીશ અરુણે કહ્યું, “આ બાબતે ચુકાદો આપતા પહેલા છોકરીના ગર્ભવતી થવાના મામલાઓમાં વધારા પર ચિંતા વ્યક્ત કરવા કહ્યું કે, કેટલાક કિસ્સાઓમાં નજીકના સંબંધીઓ સામેલ હોય છે.” મારા મતે આપણી શાળાઓમાં અપાતા સેક્સ એજ્યુકેશન પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે.

તેમણે કહ્યું, “ઇન્ટરનેટ પર સરળતાથી ઉપલબ્ધ પોર્નોગ્રાફિક સામગ્રી યુવાનોના મન પર ખરાબ અસર કરી શકે છે. આપણા બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના સલામત ઉપયોગ વિશે શિક્ષિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે.

Scroll to Top