હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઇવે-5 પર ચીલ જંગલની પાસે ભૂસ્ખલનની મોટી દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાભમાં એચઆરટીસીની બસ ઝડપમાં આવી ગઈ હોવાની જાણકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ખડકો ધસી પડવાના કારણે એચઆરટીસી બસ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જ્યારે કિન્નૌર જિલ્લામાં મૂરંગ-હરિદ્વારના રૂટની આ બસ હતી.
જ્યારે બીજી તરફ જાણવા મળ્યું છે કે, ભૂસ્ખલન થવાના કારણે અનેક વાહનો ખડકો નીચે દબાઈ ગયા હતા. જાણકારી મળતા જ પ્રશાસન અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેની સાથે એનડીઆરએફ અને ભારતીય સેના પણ ઘટનાસ્થળે પહોંચવાની છે.
આ સિવાય, આ મોટી દુર્ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે વાત કરીને ઘટનાની સમગ્ર જાણકારી મેળવી હતા તથા શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. જુઓ લેટેસ્ટ અપલોડ થયેલો આ દુર્ઘટના નો વિડિયો
Big Tragedy strikes #Kinnaur again. Some vehicles with people inside get trapped under debris of a landslide. #HimachalPradesh pic.twitter.com/7rmnlWQEIA
— Kirandeep (@raydeep) August 11, 2021
જાણકારી મુજબ, બસના ડ્રાઇવરે દુર્ઘટના બાદ સ્થળથી જાણકારી આપી હતી કે, બસમાં 35 થી 40 લોકો સવાર રહેલા હતા. હિમાચલ પ્રદેશના કિન્નૌરના ભાવાનગરની પાસે આ દુર્ઘટના બની હતી. જયારે બસ રસ્તાથી દૂર દુર જોવા મળી રહી નથી. બીજી તરફ, કાટમાળમાં 80 લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે, કેમકે આ દુર્ઘટનાનો શિકાર અન્ય નાના વાહનો પણ થયેલા છે.