નીતીન ગડકરીની કુલ્લુ મુલાકાત દરમિયાન બબાલઃ જૂઓ આ વિડીયો

લેટેસ્ટ News અને Videos માટે પેજ લાઈક કરો

કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરી આજથી પાંચ દિવસીય કુલ્લુ પ્રવાસે છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર પણ બે દિવસના કુલ્લૂ પ્રવાસે છે. બુધવારે બપોર બાદ ભુંતર એરપોર્ટ પર પહોંચેલા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સ્વાગત કર્યું. કેન્દ્રીયમંત્રીનો કાફલો જ્યારે ભુંતર એરપોર્ટ પરથી નિકળ્યો આ જ દરમિયાન પોલીસ ઓફિસરોમાં ઝડપ થઈ ગઈ.

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરક્ષા વ્યવસ્થાને લઈને થયેલા શાબ્દિક ઘર્ષણ બાદ એરપોર્ટ બહાર એસપી કુલ્લૂએ સીએમ સીક્યુરિટીના એએસપી રેંક અધિકારીને લાફો માર્યો હતો. બાદમાં સીએમ સિક્યોરિટીના એએસપીએ પણ કુલ્લૂ પર લાત અને મુક્કા વરસાવ્યા હતા. આ મામલામાં ડીઆઈજી સેન્ટ્રલ રેન્જ મંડી મધુસૂદનને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ દ્રશ્યો થતાંની સાથે જ પોલીસ જવાનો અને સીએમની સુરક્ષામાં હાજર જવાનો વચ્ચે પડ્યા હતા. અને એસપી સહિત અન્ય અધિકારીઓને દૂર કર્યા હતા. જો કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. અને આ મામલાની તપાસ ડીઆઈજી સેન્ટ્રલ રેન્જને સોંપી દેવામાં આવી છે.

આ ઉપરાંત હિમાચલ પોલીસના ડીજી પણ કુલ્લુ જવા માટે રવાના થઈ ગયા છે. જો કે બંને અધિકારીઓ વચ્ચે કઈ વાતને લઈ બબાલ થઈ એ જાણવા મળ્યું નથી. પણ આ ઘટના બાદ બંને અધિકારીઓ સામે આકરી કાર્યવાહી થઈ શકે છે એ નક્કી છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો