દુઃખદ: હીના ખાનના પિતાનું હાર્ટએટેકના કારણે થયું નિધન

બી-ટાઉનથી અવારનવાર કોઈના કોઈ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ઘણા સ્ટાર્સ પોતાના પરિવાર અને સભ્યોને ગુમાવી ચુક્યા છે. જયારે એવા જ એક ખરાબ સમાચાર અભિનેત્રી હિનાના ખાનના ઘરેથી આવ્યા છે.

અભિનેત્રી હીના ખાનના ચાહકો માટે તાજેતરમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. અભિનેત્રીના પિતાના નિધન થઈ ગયું છે. પિતાના નિધનથી હીના ખાનને મોટો ઝટકો લાગ્યો છે. હીના ખાનના પિતાનું નિધન હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. તેમનું નિધન મુંબઈમાં આવેલ ઘરમાં થયું છે. તેમ છતાં, આ વિશેમાં હજુ કોઈ આધિકારિક નિવેદન સામે આવ્યું નથી.

હીના ખાન પોતાના પિતાને ગુમાવવાથી અભિનેત્રી સંપૂર્ણપણે તૂટી ગઈ છે. તે પોતાના પિતાના ખૂબ જ નજીક હતી અને ઘણી વખત તે તેમની સાથે તસ્વીરો અને વિડીયો પોસ્ટ કરી હતી. જયારે હીના ખાન પિતાના અંતિમ શ્વાસના સમયે સાથે નહોતી. અભિનેત્રી સુટના સિલસિલામાં બહાર હતી. જયારે પિતાના નિધનના સમાચાર સંભાળતા જ હીના ખાન તાત્કાલિક મુંબઈ પરત ફરી છે. મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

અભિનેત્રીએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખતા પોતાના સંપૂર્ણપણે કવર કરી રાખી છે તેમ છતાં તેમનો ચહેરો નિરાશ જોવા મળી રહ્યો હતો. અભિનેત્રી ડાર્ક બ્લુ અને વ્હાઈટ આઉટફીટ જોવા મળી હતી. તેની સાથે તેમને સ્કાઈ બ્લુ કલરનું જીન્સ જેકેટ પણ પહેર્યું હતું.

હીના ખાને પોતાના પિતાથી ખૂબ નજીક હતી અને તે સોશિયલ મીડિયા પર પિતા સાથે ક્યુટ બોન્ડિંગની ઝલકો પણ દેખાડતી રહેતી હતી. અભિનેત્રીએ ફાધર્સ ડેના તક પર તેમને ખાસ અંદાજમાં વિશ કર્યું હતું.

Scroll to Top