જ્યારે ચોરી થયેલી 150 ભેંસો લેવા માતાજી પોતે આવ્યા, રાજા પણ નતમસ્તક થઇ પગે પડી ગયો

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમા ખુબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિધ્ધેશ્વરી માતાજીનુ મંદિર આવેલું છે, જે સમગ્ર ગુજરાતમા ‘કડાની સધી’ તરીકે ખુબ જ પ્રખ્યાત છે, માતાજી પ્રત્યે લોકો અપાર શ્રદ્ધા અને આસ્થા ધરાવે છે, જ્યાં દરરોજ હજારો શ્રદ્ધાળુઓ માં ના દર્શનાર્થે સમગ્ર ભારતભરમાથી પધારે છે, પૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે જ્યારે લગભગ 50 હજાર જેટલા દર્શનાર્થીઓ માં ના દર્શન કરીને ધન્ય થાય છે.

મંદિર ટ્રસ્ટ દ્વારા અહીંયા અનેકવિધ સામાજિક, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી પ્રવૃતિઓ પણ થાય છે, જેની સંપૂર્ણ વિગત તથા મંદિરના ઇતિહાસની સંપૂર્ણ માહિતી શ્રી સિધ્ધેશ્વરી માતાજી મંદિર સેવા ટ્રસ્ટના પ્રમુખ દ્વારા આપવામા આવી હતી.

આજે તમને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામમા આવેલ ખુબ જ પ્રાચીન અને ઐતિહાસિક શ્રી સિધ્ધેશ્વરી માતાજીના મંદિર વિષે વાત કરવા જઈ રહ્યા છીએ, જે આખા ગુજરાતમાં “કડાની સધી” તરીકે પ્રખ્યાત છે. જો કે આ મંદિરમાં આવતા ભકતો કોઈ દિવસ ખાલી હાથે પાછા નથી જતા, કહેવાય છે કે આ મંદિરમાં આવતા બધા ભક્તોના દુખ માતા દૂર કરે છે. જયારે મંદિરના ઈતિહાસ વિષે વાત કરીએ તો સિંધ પ્રદેશનો રાજા હમીર શુમરો જે મુસલમાન હતા અને તેમની પત્ની કકુ જે માતાજીના પરમ ભક્ત હતા.

માનવામાં આવે છે તેઓ માતાજી સાથે સાક્ષાત વાતો કરતા હતા. જયારે તેમની ભક્તિથી ખુશ થઇ માતાજી તેમની 150 ભેંસોની રખેવાળી કરતા હતા. પણ એકવાર પાટણના રાજા સિધ્ધરાજસિંહે હમીર કકુની 150 ભેંસોને ચોરીને પાટણ લાવ્યા આવી સ્થિતિમાં તેઓ દુખી થઈને માતાજીને મેંણાટોણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું.

જે સમયે સધીએ વઢિયારના વરણા આવીને કહ્યું ખોડિયાર કહ્યું તે ભેંસો લેવા પાટણ જાય કે જેમાં સિધ્ધરાજ રાજાને ખબર હતી કે સધી તેની ભેંસો લેવા આવશે જેથી રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઇ ગોઠવી હતી જેથી માતા પાટણમાં ન આવી શકે. પણ માતાના એવા ચમત્કાર જોવા મળ્યા કે પીરોએ તેમને રસ્તો આપ્યો.

આ પછી પીરોએ કહ્યું સધી તું તારૂ સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજે અંદર જવા દઇએ આ પછી સધી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છેપાટણના પીર બોલ્યા કે સધી અમે તને સુતરનો એક દોરો આપીએ આ સુતરના દોરાને બે ઝાડ સાથે બાંધી હિંચકા ઝુલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઇએ.

પણ આ તો સાક્ષાત માતા હતા તેઓ હિંચકા ઝુલવા માંડ્યા. જયારે રાજા પાસે આવી ચમત્કાર બતાવ્યો, જેમાં સિધ્ધરાજ રાજા પાટણમાં બેસાડવા માંગતા હતા જયારે હમીર અને કકુનું મેણુ લાગતા માતા પાટણમાં આવીને બિરાજમાન થઇ ગયા.આવી અનેક માન્યતાઓ જોડાયેલ છે, પણ એટલું જરૂર કહી શકીએ આ મંદિરમાં આવ્યા પછી જીવન સુખમય બની જાય છે.

દરેક લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો