પાટણમાં બની હિટ એન્ડ રનની ઘટના, બેફામ જીપ ચાલકે ઝુપડપટ્ટીમાં ઘુસીને બે અડફેટે લીધા
MT Online Correspondent

પાટણ શહેરમાં વહેલી સવારના વાહન ચાલકની બેદરકારીને કારણે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી, જેમાં બે લોકોનાં મોત નીપજ્યા છે. રસ્તા ઉપર જઇ રહેલી ગાડી સાઈડમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ઘૂસી જતાં યુવતી અને વૃદ્ધના કચડાઈ જવાથી બંનેનાં કરુણ મોત નીપજ્યા હતા.
તેની સાથે ઘટનાની મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના અનાવાડા રોડ ઉપર સવારના બેફામ ઝડપે દોડી રહેલી માર્શલ જીપના ચાલક દ્વારા સ્ટીયરિંગ પરનો પોતાનો કાબૂ ગુમાવતાં બેફામ ઝડપે જઈ રહેલી ગાડી રસ્તા પરથી ઊતરીને રસ્તાની બાજુની તરફ અન્નપૂર્ણા સોસાયટીની બાજુમાં આવેલી ઝૂંપટપટ્ટી વિસ્તારમાં ઘૂસી જતા આ કરુણ ઘટના નીપજી હતી.
કારની ઝડપ એટલી વધુ હતી કે, ત્યાં ઝુપડા બહાર બેઠેલા 60 વર્ષના એક વૃદ્ધ અને ઘરની બહાર બાથરૂમમાં કપડા ધોઈ રહેલી 21 વર્ષની યુવતી તેની હડફેટમાં આવી ગઈ હતી. ગાડી દ્વારા અડફેટે લેતાં બંનેને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યા હતાં.
જ્યારે બેફામ દોડી આવેલી ગાડીને જોઈ ઝૂંપટપટ્ટીના બહાર બેઠેલા રહીશોમાં નાસભાગ જોવા મળી હતી. ગાડીથી બચવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા. તેવામાં આ બેફામ જીપ વધુ લોકોને પોતાની અડફેટે લે અને મોટી જાનહાની સર્જે તે પહેલા જ તે એક મકાનમાં ઘૂસી ગઈ અને ઊભી રહી ગઈ હતી. તેમ છતાં તરત જ ગાડી ચાલક જીપને ત્યાં જ મૂકીને નાસી ગયો હતો. આ બાબતમાં પોલીસ દ્વારા જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટના દરમિયાન ઝુપડપટ્ટીમાં રહેનાર બે લોકોની ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. મૃતકોમાં 20 વર્ષની યુવતી સહિસ્તા દાદામિયા સૈયદ અને 60 વર્ષના વૃદ્ધ દિલાવર ભાઈ રશીલ બલોચના નામ સામેલ છે. પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.
WhatsApp ચેનલ જોઈન કરો
તાજા સમાચાર સીધા તમારા WhatsApp પર મેળવો. અમારી ચેનલ જોઈન કરો!
સંબંધિત સમાચાર

કાજલ મહેરિયાના નામે કોર્ટમાં ડિવોર્સની અરજી, જાણો સમગ્ર વિવાદ અને વિગત
મહેસાણાની પ્રખ્યાત સિંગર કાજલ મહેરિયાના ડિવોર્સની અરજીને પગલે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. ફેમિલી કોર્ટમાં દાખલ થયેલી આ […]

ગુજરાત ચૂંટણી: કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો, 15 કિમી સુધી દોડીને જીવ બચાવ્યો, ભાજપ પર આક્ષેપ
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ગુજરાતમાં આજે 93 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. […]

ગુજરાતના પૂર્વ ધારાસભ્યની કહાણી તમને વિચારવા વિવશ કરશે, સરકાર પેન્શન પણ આપતી નથી
તમે જોયું જ હશે કે આજકાલ સરપંચથી લઈને મંત્રી સુધી દરેક પાસે વાહનો છે. કેટલાક લોકો નાની કારમાં ડ્રાઇવ કરે […]

મોટો ખુલાસો: ગુજરાતમાં અહીં દૂધ માટે પશુઓને પ્રતિબંધિત ઈન્જેક્શન આપવામાં આવે છે
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક પશુપાલકો દ્વારા દૂધાળા પશુઓને દૂધ ન આપતા પ્રતિબંધિત ઓક્સીટોસીન ઈન્જેકશનનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જેને જોતા બનાસકાંઠા […]
