હંમેશા રૂપિયાવાળો પતિ પામવાની ઈચ્છા રાખતી છોકરીઓ ની હોઈ છે,આવી માનસિકતા જાણો વિગતે.

આજનો યુગ ખુબજ બદલાય ગયો છે,આજના યુગમાં ફક્ત પૈસા ને જ વધુ મહત્વ સમજે છે.ભાવિ જીવનસાથીની બાબતમાં યુવતીઓના વિચારોમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર એ આવ્યો છે.

કે લગ્ન પછીનાં માત્ર સપનાં જ નથી જોતી, પરંતુ તેને પૂરા કરવા માટે ભાવિ પતિની પાસે પૂરતા પૈસા છે કે નથી, તેની ગેરંટી અથવા ખાતરી પણ લગ્ન પહેલાં માગે છે.

સગવડભરી જીવનશૈલીનો બહારનો ફેરફાર ફેશનના સ્વરૂપમાં યુવતીઓના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાય છે તો તેમની અંદરના વિચારો પણ ઘણા બદલાયા છે.

આ ઉપરાંત ઘણા માતાપિતા છોકરીની સંમતિ જાણીલે છે,મોટાભાગનાં માતાપિતા પણ આ ફેરફારને સમજે છે એટલા માટે લગ્ન સંબંધિત નિર્ણય લેતાં પહેલાં છોકરીની સંમતિ જરૂર જાણી લે છે.

 

જેનાથી તેને લગ્નજીવનમાં પસ્તાવાનો વારો ના આવે.અને લગ્ન પછી કોઈ વાત-વિવાદ ના થાય તે માટે લગ્ન પહેલા છોકરીની સંમતી જાણીલે છે.

આજના યુગ ની છોકરીઓ પોતાની બધ્ધિ ઈચ્છાઓ લગ્ન પછી તેના પતિની પાસે પુરી કરવા કહે છે.આજની છોકરીઓ કેવો પતિ ઇચ્છે છે.

તેની આ ઇચ્છાથી જ યુવા પેઢીના વિચારો સમજી શકાય છે. છોકરીઓ જાગૃત છે, સ્માર્ટ છે અને જિંદગીની દુ:ખદાયક પરિસ્થિતિના ઉતારચઢાવ પણ સમજતી હોય છે.

પતિ કેવો હોય, એ સવાલ પર શરમાવાને બદલે તે પોતાના બે શબ્દોમાં પોતાનું મંતવ્ય જાહેર કરવામાં અચકાતી નથી.

ફેશન ડિઝાઇનિંગ ઇન્સ્ટિટયૂટની વિદ્યાર્થિની શ્યામાનું કહેવું છે, ”સંપૂર્ણતા તો ભાગ્યે જ કોઈ યુવકમાં મળી જાય, પરંતુ તેની પાસે પૈસા પૂરતાં હોવા જોઈએ.

 

શ્યામાની સાથે એમએસસી. કરતી ખુશબૂ તો કોઈ નિર્ધનને સ્વપ્નામાં પણ પતિ માનવા તૈયાર નથી. એવા જ વિચાર એમ.બી.એ કરતી નેહલના છે.

તેનું માનવું છે કે આજકાલ પૈસાને મહત્ત્વ ન આપવું તે પોતે ખુદને છેતરવા બરાબર છે. સામાન્ય રીતે શારીરિક, ભાવનાત્મક અને માનસિક જરૂરિયાતો એક સારો પતિ પૂરી કરી શકે છે.

પરંતુ તેના સિવાય પણ ઘણીબધી જરૂરિયાતો હોય છે જે પૈસાથી પૂરી થતી હોય છે.અને આજની છોકરીઓ પૈસા વાળા પાસેજ લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.

આનો અર્થ એવો નથી કે તે બીજી વસ્તુઓની અવગણના કરે છે. પૈસાથી તેમનો મતલબ એ પણ નથી કે પતિમાં બીજું કાંઈ પણ ના હોય.અને આજની છોકરીઓ પૈસા વાળા પાસેજ લગ્ન કરવાની ઈચ્છા ધરાવે છે.

પતિમાં કેવા ગુણ હોવા જોઈએ, સ્વભાવ કેવો હોવો જોઈએ, તંદુરસ્તી અને વ્યક્તિત્ત્વનું મહત્ત્વ કેટલું હોવું જોઈએ, આ બધી બાબતો પર શ્યામા, નેહલ, ખુશબૂ જેવી છોકરીઓ ખુલ્લા મનથી બોલે છે.

 

પરંતુ પતિ જો કમાતો નથી તો બીજા બધાનો કોઈ જ અર્થ જ નથી. હવે છોકરીઓ પૈસાની બાબતમાં કોઈ જોખમ ખેડવા માગતી નથી.

પતિ હસમુખો, મિલનસાર હોય, આર્કષક વ્યક્તિત્વ અને સારી તંદુરસ્તીવાળો હોય, એ બાબતોનો વિચાર કરતાં પહેલાં એ નક્કી કરી લેવું જોઈએ કે તે ખૂબ સારું કમાય છે કે નહીં.

આમ આજની છોકરીઓ બીજી કોઈ બાબત પર ધ્યાન આપતી નથી,ફક્ત પૈસા ને મહત્વના સમજે છે.શ્યામાના કહ્યા પ્રમાણે, જે સારું કમાતો હોય, તે સ્વાભાવિક છે.

કે એટલો જ વ્યવહારું અને દુનિયાને સમજનારો હશે. અસ્વસ્થ અથવા બીમાર પુરુષ કમાતો હોઈ શકે નહીં. ભણેલોગણેલો હશે તો સારી જગ્યાએ નોકરી પણ કરતો હશે.

શું પૈસા કમાતો પતિ આ શરતોને પૂરી કરતો હશે કે બધા માપદંડો પર ખરો ઊતરતો હશે? એ અંગે હસીને ખુશી જવાબ આપે છે.

 

અમુક અંશે યુવકોના મોટાભાગના ગુણ તેમની કમાણીની પાછળ જ ચાલે છે. કોઈ નઠારાનકામા કે કામધંધા વગરના અને બેકાર પુરુષ પાસે એવી આશા ન રાખી શકાય કે તે પત્નીને સમજી શકશે અને આત્મવિશ્વાસ ધરાવતો હશે.

શું બધા પૈસાવાળા પતિની પત્નીઓ સુખી અને સંતોષી હોય છે? એ અંગે નેહાની દલીલ છે કે લગ્ન પછી પ્રથમ વખત અસંતોષ, ઝઘડો અને અશાંતિ પૈસાની ઊણપને કારણે જ થાય છે.

જ્યાં સુધી વાત બીજી સંતુષ્ટિ અને સુખોની છે, તો તેમાં પત્નીની ભૂમિકા પણ અતિ મહત્ત્વપૂર્ણ થઈ જાય છે.અને ઘરની બીજી સંતુષ્ટિ અને સુખ માં પણ પત્ની ની ભૂમિકા મહત્વની હોવી જરૂરી છે.

નેહા નું કહેવું છે કે સુખ અને શાંતિ માટે પૈસા જરૂરી નથી,નેહા માને છે કે પૈસાથી સવલતો પ્રાપ્ત કરી શકાય છે, જરૂરિયાતો પૂરી કરી શકાય છે.

પરંતુ સુખ અને સંતોષ ખરીદી શકાતા નથી. પતિ સાથે વિચારોનો મનમેળ બેસાડવામાં પણ પૈસો કામ આવતો નથી, કે તે માટે પૈસા કોઈ ઉપયોગી કે જાદુઈ માર્ગ નથી.

 

આ સત્યને નાની ઉંમરની છોકરીઓ જાણેસમજે છે. તો નક્કી છે કે તેઓ એ પણ જાણે છે કે જો પૈસાની ઊણપ ઘણી મુશ્કેલીઓ ઊભી કરનારી હોય છે.

તો તેનાથી લગ્ન પછી શું કામ લડવું જોઈએ. અર્થાત્ આજકાલની છોકરીઓમાં મુશ્કેલીઓ ઉઠાવવાની ક્ષમતા નથી.

આના પરથી એક કોલેજની લાઇબ્રેરિયન ફરહાનું કહેવું છે, ”ખરું જોતાં છોકરીઓ ફાસ્ટ જિંદગીની ટેવવાળી થતી જાય છે.

કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ તેમનામાં છે, પરંતુ પૈસા માટે દોડધામ કરવી તેને તે જિંદગીનો અતિ કિંમતી સમય બગાડવાનું સમજે છે.

આ વિચારસરણીના ફાયદા.

છોકરીઓ જે વિચારે છે અને જે ઈચ્છા રાખે છે તેનાથી છોકરાઓ પણ પરિચિત છે કે નકામાં પતિ કોઈનીય પણ પ્રાથમિકતામાં હોતા નથી.

 

એટલા માટે, આળસ છોડીને કેરિયર અને નોકરી ઉપર વધારે ધ્યાન આપતા હોય છે. છોકરીઓની પતિ અને પૈસા સંબંધી વિચારસરણીના જાણકાર છોકરાઓનો પહેલો પ્રયત્ન નોકરી મેળવવાનો હોય છે.

નાનીમોટી, સરકારી, ખાનગી નોકરીનું વધારે મહત્ત્વ હોતું નથી, દરેક પોતાની યોગ્યતા પ્રમાણે કમાવા લાગી જાય છે.તેમને પણ ખબર છે કે આજની છોકરીઓ બધી ઈચ્છાઓ પોતાના પતિ પર રાખે છે.

આજકાલના છોકરાઓ પણ સમજે છે કે તે જમાનો ગયો જ્યારે પત્નીઓ પરિસ્થિતિઓ સાથે સમજૂતી કરી લેતી હતી અને લગ્નમાં તેમની મરજી કે નામરજીનું કોઈ મહત્ત્વ નહોતું.પરંતુ આજનો જમાનો ખુબજ બદલાઈ ગયો છે.

એક સોફ્ટવેર કંપનીમાં કામ કરતો યુવાન અભિષેક કહે છે, ”કોઈ પણ યુવાન એવું ઇચ્છતો નથી કે માત્ર પૈસાની ઉણપને કારણે પત્ની તેને તિરસ્કારથી જુએ.

મોટાભાગના યુવકો ભણતર પૂરું થતાં નોકરીની શોધમાં લાગી જાય છે, કારણ કે તેમને ખબર છે કે તેમને પસંદ નાપસંદ કરવાનું એક મોટું ધોરણ તેમની કમાણી પણ છે.”અને જો નોકરી સારી કરતા હશો તો તમારી બધી પસંદ પુરી કરી શકશો.

 

એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીના અધિકારીનું કહેવું છે, શક્ય છે કે આ વિચારની પાછળ સુખસગવડો મેળવવા સિવાય એક એવી પ્રબળ ઇચ્છા પણ છોકરીઓમાં આવવા લાગી હોય કે પતિનું સ્વાભિમાન અને સ્વાવલંબન જ પત્નીને આત્મવિશ્વાસુ બનાવે છે.

પરંતુ એક ન્યુઝ ચેનલના યુવાન જર્નાલિસ્ટના વિચારો થોડા જુદા છે. તે કહે છે, ”હકીકતમાં આજકાલ બધા તાણાવાણા સૌંદર્ય અને આવકની આસપાસ ગૂંથાયેલા છે.

પોતાની આવકના હિસાબથી છોકરો સુંદરતાનું પ્રમાણ ઓછું કરતો જાય છે જ્યારે છોકરીઓ પણ પોતાની સુંદરતાના હિસાબે છોકરાની આવક સાથે મનમેળ કરી લેતી હોય છે.

છોકરી જો પોતે પણ આત્મનિર્ભર હોય તો સુંદરતાની ઊણપ ઢંકાઈ જાય છે.કારણ ભલે જે કોઈ હોય, સગવડો મેળવવાનું હોય કે પતિનું સ્વાભિમાની અને આત્મવિશ્વાસુ હોવું પણ યુવતીઓ જો પૈસાવાળો પતિ સલામત ભવિષ્યને માટે માગે છે.તો તે બિલકુલ ખોટું નથી.

જો તેનાથી યુવકોમાં સુધારો થતો હોય તો સામાજિક દ્રષ્ટિએ પણ તે શુભ સંકેત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top