દિગ્ગજ ડાયરેક્ટરના નિવેદન બાદ મોટો વિવાદ- ‘ભારતીય કલાકારો નથી જાણતા કે અભિનય શું છે’

“હું ભારતમાં કામ કરતા કલાકારોને નફરત કરતો હતો. તેઓ જાણતા નથી કે અભિનય શું છે.” આ વાત વેબ સિરીઝ આશ્રમ 3ના ડિરેક્ટર પ્રકાશ ઝાએ કહી હતી. ખરેખરમાં ‘ગંગાજલ’, ‘અપહરણ’ અને ‘આરક્ષણ’ જેવી વખાણાયેલી ફિલ્મોનું નિર્દેશન કરનાર પ્રકાશ ઝા તાજેતરમાં જ ગોફેસ્ટ 2022માં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. પ્રોગ્રામ દરમિયાન ડિરેક્ટરે એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેણે હોલીવૂડ અને બોલિવૂડ વિવાદને જન્મ આપ્યો છે.

આ વસ્તુથી આત્મવિશ્વાસ મળે છે

ફિલ્મોથી OTT સુધીની સફર વિશે વાત કરતાં, પ્રકાશ ઝાએ કહ્યું, “હું મારા ક્રાફ્ટને નિખારવા માટે લંડન, પેરિસ અને ન્યૂયોર્ક જેવા શહેરોમાં એક્ટિંગ વર્કશોપમાં હાજરી આપતો હતો. હું ચૂપચાપ જતો અને મારી નોંધણી કરાવતો. અને અભિનેતાની ભાષા સમજતા હતા. મેં વર્ગોમાં શેક્સપિયર અને અન્ય નાટકો કર્યા છે, જેણે મને ઘણો આત્મવિશ્વાસ આપ્યો છે.”

હોલીવુડ અને બોલિવૂડ વચ્ચે શું તફાવત છે?

પ્રકાશ ઝા માને છે કે “હોલીવુડના કલાકારો અને બોલિવૂડના કલાકારો વચ્ચે આ જ તફાવત છે. ત્યાંના કલાકારો વર્કશોપમાં હાજરી આપે છે અને તેમની કળાને પ્રેક્ટિસ અને સુધારતા રહે છે”.

આ કારણથી ભારતીય કલાકારોને નફરત

દિગ્દર્શક આગળ કહે છે, ‘મને ભારતીય અભિનેતા સાથે કામ કરવું તેના વ્યાવસાયિક વર્તનને કારણે પસંદ નહોતું. મને ભારતમાં કામ કરતા કલાકારોને નફરત હતી. તેમને અભિનય શું છે તે ખબર નથી. કોઈ અભિનેતાએ મને ક્યારેય પૂછ્યું નથી કે શૂટ ક્યારે થશે, ટાઇમિંગ શું હશે, અમે ક્યાં શૂટ કરીશું, એક્શન સિક્વન્સ કેવી હશે વગેરે.

Scroll to Top