વિદેશમાં બેસેલા મકાનમાલિકે ચોરોને ઘરમાં ઘૂસતા જોઈ પોલીસને જાણ કરી! પોલીસે એવું કામ કર્યું કે…

ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં મોડી રાત્રે ચોરોને ખાલી મકાનમાં ચોરી કરવાનો ઈરાદો મોંઘો પડ્યો છે. અમેરિકામાં રહેતા મકાન માલિકે સીસીટીવી કેમેરામાં ચોરોને જોઈને પોલીસને ફોન કર્યો, ત્યારબાદ પોલીસે ઘરને ચારે બાજુથી ઘેરી લીધું. ત્યારપછીના એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા ચોરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ચોર ઘરમાં ઘૂસ્યા કે તરત જ અમેરિકામાં મકાન માલિકને ખબર પડી
કાનપુર જિલ્લાના શ્યામનગર વિસ્તારના ડી બ્લોકમાં સ્થિત આ ઘરનો માલિક અમેરિકામાં રહે છે અને તેણે ઘરની સુરક્ષા માટે પોતાના ઘરમાં CCTV લગાવ્યા છે. તે અમેરિકાથી બેસીને તેના ઘરની દેખરેખ રાખે છે. સોમવારે રાત્રે જ્યારે ચોર ઘરમાં પ્રવેશ્યા ત્યારે મકાન માલિકને ઈન્ટરનેટ સાથે જોડાયેલા કેમેરા દ્વારા ચોરના ઘરમાં ઘૂસવાની જાણ થઈ ગઈ.

તેણે કેમેરા પર લાગેલા સ્પીકરથી ચોરોને ચેતવણી આપી અને તરત જ ઘરની બહાર નીકળી જવા કહ્યું, પરંતુ ચોરે તેની એક પણ વાત ન સાંભળી. આ અંગે મકાન માલિકે સ્થાનિક પોલીસને જાણ કરી દીધી. જાણકારી મળ્યા પછી, પોલીસ એક્શનમાં આવી, ઘરને ચારે બાજુથી ઘેરી લીધું અને ચોરને સરેન્ડર કરવા કહ્યું.

ચોરોએ પોલીસ પર ગોળીબાર કર્યો
સરેન્ડર કરવાને બદલે ચોરોએ પોલીસ પર ગોળીબાર શરૂ કર્યો. આ પછી, જવાબી કાર્યવાહીમાં, પોલીસની ગોળી ચોરના પગમાં વાગી અને ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી લીધી. આ ઘટના અંગેની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ચોરની હાલત સ્થિર છે, જોકે ઘટના બાદ વિસ્તારમાં થોડો ગભરાટનો માહોલ છે. પોલીસે એન્કાઉન્ટર બાદ ચોર દ્વારા ચોરેલો સામાન કબજે કર્યો હતો. સાથે જ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય ચોરો અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ થયા છે. પોલીસ તેમને પકડવા માટે સતત પ્રયાસો કરી રહી છે.

Scroll to Top