2021 Honda Amaze ફેસલિફ્ટ થઇ લૉન્ચ, જાણો કેટલી છે કિંમત

હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડ (Honda Cars India Limited-HCIL) એ કોમ્પેક્ટ સેડાન હોન્ડા અમેઝ (Honda Amaze) નું અપગ્રેડ વર્ઝન લોન્ચ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં નવી હોન્ડા અમેઝ (2021 Honda Amaze Facelift) ની એક્સ-શોરૂમ કિંમત 6.32 લાખ રૂપિયાથી 11.15 લાખ રૂપિયા વચ્ચે રાખવામાં આવી છે.

આ ઉપરાંત આ કાર પેટ્રોલ અને ડીઝલ બંને પાવરટ્રેન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પેટ્રોલ ટ્રીમમાં 1.2 લિટર એન્જિન અને ડીઝલ વેરિએન્ટમાં 1.5 લિટર પાવરટ્રેન વિકલ્પ આપવામાં આવેલ છે.

નવી હોન્ડા અમેઝની કિંમત

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ પેટ્રોલ મેન્યુઅલ વેરિએન્ટની કિંમત 6.32 લાખથી 8.22 લાખ રૂપિયાની વચ્ચે રાખી છે. જયારે, CVT (ઓટોમેટિક) ટ્રિમ્સની કિંમત 8.06 લાખથી 9.05 લાખ રૂપિયા વચ્ચે નક્કી કરવામાં આવી છે.

આ સિવાય ડીઝલ મેન્યુઅલ વેરિએન્ટની કિંમત 8.66 લાખ રૂપિયાથી 10.25 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે ડીઝલ સીવીટી ટ્રીમની કિંમત 11.15 લાખ રૂપિયા રાખવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેન્યુઅલ પેટ્રોલ ટ્રીમ્સ એક લિટરમાં 18.6 કિલોમીટરની માઇલેજ મળે છે. બીજી બાજુ, CVT વેરિએન્ટ 18.3 કિલોમીટર પ્રતિ લિટર માઇલેજ મળે છે. બીજી બાજુ, ડીઝલ મેન્યુઅલ વેરિએન્ટ 1 લિટરમાં 24.7 કિમી અને 1 લીટર ડીઝલ સીવીટીમાં 1 લિટરમાં 21 કિલોમીટર પ્રતિ માઇલેજ મળે છે.

હાલમાં બીજી જનરેશન મોડેલ બજારમાં હાજર

જણાવી દઈએ કે હાલના સમયમાં હોન્ડા અમેઝનું સેકન્ડ જનરેશન મોડલ બજારમાં હાજર છે અને તે સૌથી વધારે વેચાતું મોડલ પણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપનીએ દાવો કર્યો હતો કે નવી હોન્ડા અમેઝ વધુ સારી ઈંટીરિયર, બોલ્ડ ડિઝાઈન, શાનદાર ડ્રાઈવિંગ પરફોર્મન્સ, ફીચર્સ અને સેફ્ટી ટેકનોલોજી સાથે વન ક્લાસ એબવ સેડાન અનુભવ આપે છે.

જણાવી દઈએ કે કંપની તરફથી પ્રી-બુકિંગ માટે ટોકન રકમ 21,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. HCIL ની વેબસાઇટ પર ‘Honda from Home’ પ્લેટફોર્મ દ્વારા 5000 રૂપિયા ચૂકવીને નવી અમેઝની ઓનલાઇન બુકિંગ કરી શકાય છે.

Scroll to Top