હૈદરાબાદમાં કોલેજીયન વયની મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરવા બદલ એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં યુવતીના પરિવારજનો સામેલ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના અંગે ભાજપે કહ્યું કે ઈસ્લામોફોબિયા લોબી અને હેટ ક્રાઈમનું રટણ કરનારાઓ આ ઘટના પર કેમ ચૂપ છે?
મૃતકની ઓળખ 25 વર્ષીય બિલ્લાપુરમ નાગરાજુ તરીકે થઈ છે. બે મહિના પહેલા જ તેણે 23 વર્ષની સૈયદ સુલતાના સાથે લગ્ન કર્યા હતા. નાગરાજુના પરિવારજનોએ જણાવ્યું કે બંને કોલેજના સમયથી મિત્રો હતા. યુવકના એક સંબંધીએ આરોપ લગાવ્યો કે બંને અલગ-અલગ સમુદાયના હોવાથી યુવતીના પરિવારના સભ્યોએ નાગરાજુની હત્યા કરી હતી.
આ હત્યા બુધવારે રાત્રે લગભગ 9 વાગ્યે હૈદરાબાદના સરૂરનગર તહસીલદાર ઓફિસ પાસે થઈ હતી. નાગરાજુને એક બાઇક સવારે ઠોકર મારી હતી. પોલીસે આ કેસમાં કેટલાક શકમંદોની અટકાયત કરી છે. આ તમામ યુવતીના પરિવારના છે. ઘટનાસ્થળે હાજર ઘણા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો અને કેટલાકે તેની તસવીરો લીધી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરો એટલી ભયાનક છે કે તેને પ્રકાશિત કરી શકાય નહીં. નાગરાજુ અને સૈયદ અશરીન સુલતાનના લગ્ન 31 જાન્યુઆરીએ થયા હતા. તેઓએ જૂના હૈદરાબાદના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા.
તેલંગાણાના બીજેપી ધારાસભ્ય રાજા સિંહે હુમલાખોરોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે પ્રશ્ન કર્યો કે એ તપાસવું જોઈએ કે પરિવારના સભ્યો આમાં સામેલ છે કે કોઈ ધાર્મિક જૂથ? હત્યાની વ્યાપક તપાસ થવી જોઈએ.
તો સેક્યુલરો ચૂપ છે? : શહઝાદ પૂનાવાલા
બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું કે ‘જો હિન્દુ પત્નીના મુસ્લિમ પતિને છોકરીના પરિવાર દ્વારા મારવામાં આવ્યો હોત, તો અમને ખબર છે કે હવે શું થાત! કોંગ્રેસ, AAP, TMC અને SP ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવીને યુનાઇટેડ નેશન્સ પહોંચ્યા હોત, પરંતુ હૈદરાબાદમાં એક હિન્દુની હત્યા થઈ હોવાથી શું અપરાધ ધર્મનિરપેક્ષ છે? તેથી જ સેક્યુલર લોકો ચૂપ છે.