નજીવી બાબતે છરીના ઘા મારીને કરી પત્નીની હત્યા, આપ્યો હત્યાને લોહીયાળ અંજામ…

આ બનાવ સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યા પતિએ તેનીજ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિ પત્ની વચ્ચે નજીવી બાબતે કોઈ માથા કૂટ થઈ હશે. જે માથાકુટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. જેમા પતિ ઉશ્કેરાઈ ગયો અને તેણે પત્નીની કરપીણ હત્યા કરી નાખી

ઘટનાની જાણ થતા પોલીસ પણ તુરંત ઘટના સ્થળે પહોચી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની સાથેજ રહતા હતા. અને તેમને ત્રણ સંતાન હતી ત્રણેય બાળકી હતી. પતિ છૂટક મજૂરી કામ કરકો હોવાનું સામે આવ્યું છે.

બનાવના દિવસે બપોરના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. બંને વચ્ચે અવાર નવાર નાના નાના ઝઘડાઓ થથા હતા. પરંતુ તે દિવસે બનંને વચ્ચે ઝઘડો થયો ત્યારે તેમના વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈહતી. આ ઉગ્ર બોલાચાલીમાં પતી પોતાનું ભાન ગુમાવી બેઠો. તે આવેશમાં આવી ગયો અને છરીને લઈને તેણે તેના પત્નીના શરીર પર ઘા કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી.

અમદાવાદ જેવા શહેરમાં હત્યા જેવા બનાવો હવે વધી રહ્યા છે. આ પહેલા પણ હાટકેશ્વર વિસ્તારમાં આવેલ એક હોટલમાં પતિએ પત્નીની હત્યા કરી નાખી હતી. બાદામાં પતિએ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે સામે આવ્યું કે મૃતક મહિલાના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હતો. જેથી તેણે તેની પત્નીની હત્યા કરી હતી.

તેણે પણ તેની પત્નીની છરીના ઘા મારીને હત્યા કરી હતી. બાદમાં તેણે પોતે પણ તેના ગળાના ભાગે છરી ફેરવી દીધી. જોકે તે જીવતો રહ્યો અને પોલીસે જ્યારે સારવાર દરમિયાન તેની પુછપરછ કરી ત્યારે તેણે સમગ્ર હકીકત પોલીસને કહી હતી.

ઉલ્લેખનિય છે કે હાલ નિકોલ વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો છે. તેમા મૃતક પત્નીના માતાએ એવી ફરિયાદ નોંધાવતા એવો ઉલ્લેખ કર્યો છે. કે અગાઉ પણ પતિના ત્રાસને કારણે તેમની દિકરીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાથેજ મૃતકની માતાએ એવું પણ કહ્યું છે કે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હતા. જેનો કરૂણ અંત આવ્યો છે.

જોકે હત્યારો પતિ હાલ હત્યાને અંજામ આપીને ફરાર થઈ ગયો છે. પરંતુ મૃતક પત્નીની માતાએ તેની સામે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે પણ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હત્યારા પતિની શોધખોળ આરંભી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top