બે મહિનાથી હતું ઘર બંધ, કંપનીએ મોકલ્યું 43 હજાર રૂપિયાનું ગેસ બિલ; પછી…

દેશભરમાં આજકાલ રસોઈ ગેસ ખૂબ મોંઘો થઈ ગયો છે. શહેરોમાં, રસોઈ ગેસ સિલિન્ડરને બદલે, પાઇપલાઇનની મદદથી આવે છે, જેને સ્થાનિક PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) કહેવામાં આવે છે. તેનું બિલ પીએનજીના વપરાશ પ્રમાણે આવે છે, પરંતુ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બે મહિનાથી બંધ પડેલા ફ્લેટમાં ગેસ કંપનીએ પીએનજીનું 43,668 રૂપિયાનું બિલ મોકલ્યું હતું. બિલ મળ્યા બાદ ઘરના માલિકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

બે મહિનાનું બિલ 43,668 રૂપિયા
મળતી માહિતી મુજબ, આ મામલો અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારનો છે. અહીંના એક એપાર્ટમેન્ટમાં રહેતી હીના પટેલને તાજેતરમાં ડિસેમ્બર 2021થી જાન્યુઆરી વચ્ચે 43,668 રૂપિયાનું PNGનું બિલ મળ્યું હતું. તેમનું અદાણી ટોટલ ગેસ લિમિટેડ સાથે જોડાણ હતું. હીના આટલું વધારે બિલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેણે કંપનીમાં ફરિયાદ નોંધાવી. જોકે, ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો હતો.

બે મહિનાથી ઘર બંધ હતું
જે એપાર્ટમેન્ટને PNG બિલ મળ્યું છે તે સન સાઉથ પાર્કમાં આવેલ છે. ફ્લેટના માલિક હીના પટેલે જણાવ્યું કે, ફ્લેટ છેલ્લા બે મહિનાથી બંધ છે. ભાડુઆતએ નવેમ્બર 2021માં ફ્લેટ ખાલી કર્યો હતો. આ બિલ જોઈને અમે ચોંકી ગયા છીએ. મેં શનિવારે કંપનીના ગ્રાહક સંભાળમાં ઔપચારિક ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો
તેમણે કહ્યું કે ઇન્વોઇસમાં 3 ડિસેમ્બર, 2021 અને 30 જાન્યુઆરી, 2022 વચ્ચે 29.5 MMBTU (મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ)નો ગેસનો વપરાશ દર્શાવવામાં આવ્યો છે. જે 19 ફેબ્રુઆરીએ ભરવાનું છે. મીડિયા સાથે શેર કરવામાં આવેલ બિલ અગાઉના મહિનાઓ માટે ગેસ વપરાશ પેટર્ન દર્શાવે છે. જેમાંથી જાણવા મળ્યું હતું કે એપાર્ટમેન્ટના માલિકે જૂનથી ડિસેમ્બર 2021 વચ્ચે 0.266 mmBtu અને PNGનો 0.87 mmBtu વપરાશ કર્યો હતો.

ઘરના માલિકની ફરિયાદ બાદ કંપનીએ બિલમાં સુધારો કર્યો. કંપનીના જણાવ્યા અનુસાર, કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે ખોટું રીડિંગ મોકલવામાં આવ્યું હતું. બાદમાં નવા બિલમાં 0.41 mmBtu રીડિંગ છે. જેનું બિલ 25.52 રૂપિયા આવ્યું.

Scroll to Top