ભીડમાં બાળક ખોવાઈ જાય તો શોધો આ ટેક્નિકથી, ખૂબ જ કામની છે આ યુક્તિ

તમે જૂની બોલિવૂડ ફિલ્મોમાં જોયું હશે કે લોકો કુંભ મેળામાં કે ભીડભાડવાળા વિસ્તારમાં ખોવાઈ જાય છે, તેમના પરિવારથી અલગ થઈ જાય છે. આનો સૌથી મોટો ડર બાળકો માટે છે. ભીડભાડવાળા વિસ્તારોમાં બાળકોને લઈ જવાનો ભય એવો પણ છે કે ભૂલથી તેમના પરથી ધ્યાન હટી જાય છે અને જો તેઓ અહીં-તહીં ફરે છે તો માતા-પિતાનો જીવ જાય છે. આવા ઘણા કિસ્સાઓ પણ બન્યા છે જ્યારે બાળકોનું ભીડભાડવાળા વિસ્તારોમાંથી અપહરણ કરવામાં આવે છે. પરંતુ એક મહિલાએ આ સમસ્યાનો ઉકેલ જણાવ્યો છે.

એક ટિકટોક યુઝર જેસે તાજેતરમાં માતા-પિતાની સૌથી મોટી ચિંતાને દૂર કરવા માટે એક ટ્રીક જણાવી છે. જેસે વીડિયોમાં જણાવ્યું હતું કે એકવાર સુપરમાર્કેટમાં તેનો પુત્રને ખોવાઈ ગયો હતો ત્યારે તે ખૂબ જ નાનો હતો. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં વ્યક્તિ સરળતાથી ગભરાઈ જાય છે અને હોશ ગુમાવી બેસે છે. પણ જેસ સૂચવે છે કે માતા-પિતા કે સંબંધીઓ ગભરાતાં પહેલાં મનને શાંત કરીને એક કામ કરે.

કેવી રીતે કામ કરે છે લૂકિંગ લાઉડલી ટેક્નિક

મહિલાએ આ ટ્રિકને લુકિંગ લાઉડલી ટેકનિક નામ આપ્યું છે. જેસના કહેવા પ્રમાણે, જ્યારે પણ બાળક કોઈ મોલ, પાર્ક, માર્કેટ અથવા કોઈપણ ભીડવાળા વિસ્તારમાં ખોવાઈ જાય છે ત્યારે માતા-પિતાએ તેને ચૂપચાપ ન શોધવા પણ બૂમો પાડવી જોઈએ. સાથે જ બૂમો પડતી વખતે તેઓએ બાળક વિશે બૂમો પાડવી જોઈએ, બાળકનું નામ નહીં. ઉદાહરણ તરીકે, જેસે જણાવ્યું કે આવી બૂમો પાડો, ‘હું 5 વર્ષનો છોકરો શોધી રહ્યો છું. ટૂંકા ભૂરા વાળ, ભૂરી આંખો, લાલ ટી-શર્ટ, કાળી ચડ્ડી અને કાળા શૂઝ પહેર્યા છે.’

આ ટેક્નિકનો શું ફાયદો થશે?

જેસે કહ્યું કે બાળકની વિગતોને મોટેથી બૂમ પાડવાથી, માતા-પિતા ભીડમાં મૂર્ખ જેવા લાગે છે, પરંતુ બાળક ગુમ થવાના દુઃખ કરતાં ભીડમાં મૂર્ખ બનવું વધુ સારું છે. તેણે કહ્યું કે બાળકની વિગતો વિશે બૂમો પાડીને તે તેને એકલો જ નહીં શોધશે, પરંતુ આસપાસના લોકો પણ શોધશે. જો તેઓને તે ન મળે તો પણ તેઓના મનમાં એ વાત આવી જશે કે બાળકનું આવું રૂપ હશે અને જો તેઓને બાળક દેખાશે તો તરત જ તેને માતાપિતા પાસે લઈ જશે. જો કોઈ બાળકનું અપહરણ કરીને લઈ જતું હશે તો તેને તરત જ ત્યાં છોડી દેશે, નહીં તો લોકો સમજી જશે કે તે અપહરણ કરનાર છે. આ સિવાય જેસે બાળકોને બ્રાઈટ અને ભડકીલા કલરના કપડા પહેરવાનું સૂચન કર્યું હતું. આ તેને ભીડમાં અલગ પાડશે. ઉપરાંત, તૈયાર થયા પછી, ચોક્કસપણે તેમનો ફોટો લો જેથી કરીને તે કેવા દેખાય છે તે તસવીર બતાવવામાં સરળતા રહે. આ સિવાય બાળકોના ખિસ્સા કે હાથમાં ફોન નંબર લખીને રાખો.

 

Scroll to Top