ગરમીમાં ચટણી, કેરી અને ખાટી વસ્તુઓ લોકો ખૂબ આરામથી ખાય છે. ચટણી ખાવાથી ખાવાનાનો સ્વાદ બદલાઇ જાય છે ઘણા લોકો ચટણી તો ખાય છે પરંતુ તેના ફાયદા અંગે જાણતા નથી. ચટપટું ખાવાના શોખિન લોકો કેરીની ચટણીનું સેવન જરૂરથી કરે છે. હાલ આવા વાતાવરણને લઇને લોકોનું પેટ ખરાબ, થાક, આળસ જેવી સમસ્યાઓ થઇ જાય છે. પાચનતંત્ર કમજોર થવાના કારણે આ દિવસોમાં ખાવાનું પચવામાં શરીરને સમસ્યા થાય છે. પરંતુ કેરીની ચટણીનું સેવન કરવાથી તમારી પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય કેરીની ચટણી…
સામગ્રી
લીલા મરચા – 2
કાળું મીઠું – 1/2 ચમચી
જીરું પાવડર – 1/2 ચમચી
કાળા મરી – 1 ચમચી
કોથમીર – 1 કપ
કાચી કેરી – 250 ગ્રામ
ફુદીનો – 6-7 પાંદડા
લસણ – 2 કપ
પાણી – 2 કપ
બનાવવાની રીત
1. આને બનાવવા માટે સૌપ્રથમ કાચી કેરીને છોલીને તેમાંથી જે પલ્પ નીકળે છે તેને બાજુ પર રાખો.
2. લસણ ,ફુદીના અને કોથમીરને ધોઈને એક જગ્યાએ રાખો.
3. ત્યારબાદ મિક્સરમાં ફુદીનો, ધાણાજીરું અને લીલા મરચાં અને કાચી કેરી ઉમેરીને મિશ્રણ તૈયાર કરો.
4. મિક્સરમાં થોડું પાણી ઉમેરો અને જાડી પેસ્ટ તૈયાર કરો.
5. પેસ્ટમાં કાળા મરી, મીઠું અને કાળું મીઠું ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
6. તમારી કાચી કેરીની ચટણી તૈયાર છે. જો તમારે મીઠી અને ખાટી ચટણીનો સ્વાદ લેવો હોય તો તમે તેમાં ખાંડ પણ ઉમેરી શકો છો.