હવે વેક્સિનેશન બાદ વેરિફિકેશન થશે જરૂરી, આ છે તેની સંપૂર્ણ પ્રોસેસ

આરોગ્ય સેતુ (Aarogya Setu) એપ્લિકેશન તરફથી યુઝરની સુવિધા માટે સતત નવા-નવા અપડેટ્સ જાહેર કરવામાં આવતા રહે છે. આવું જ એક નવું અપડેટ આયોગ્ય સેતુ (Aarogya Setu) એપ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આના દ્વારા યુઝર પોતે તેમના સ્ટેટસને અપડેટ કરી શકશે. આ પહેલા વેક્સિનેશન ના બંને ડોઝ પછી આપમેળે સ્ટેટ્સ અપડેટ થતા હતા, જેના કારણે ઘણા મોડા સ્ટેટ્સ અપડેટ થતા હોવાની માહિતી મળી રહી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા યુઝર ને પોતે Aarogya Setu એપ્લિકેશન પર સ્ટેટસ અપડેટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આવામાં Aarogya Setu એપ્લિકેશન પર વેક્સિનેશન બાદ વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે.

જાતે જ અપડેટ કરી શકશો સ્ટેટ્સ

Aarogya Setu ના નવા અપડેટ પછી કોઈપણ વ્યક્તિ તેમના રસીકરણની સ્થિતિ વિશે પોતે સ્વ-મૂલ્યાંકન કરી શકશે. સરકારનું માનવામાં આવે તો આનાથી વેક્સિનેશનના આંકડા વિશે સચોટ માહિતી મળી શકશે. આ ઉપરાંત સમય પર સ્ટેટ્સ આ અપડેટ કરી શકાય છે.

આરોગ્ય સેતુ એપ્લિકેશનના સ્ટેટસ અપડેટ પછી એપ્લિકેશનના હોમ પેજ પર બ્લુ શીલ્ડ દેખાશે. જે લોકોને વેક્સીનનો એક ડોઝ મળ્યો છે, તેમના સ્ટેટ્સ તરીકે એક વાદળી ટિક જોવા મળશે. જયારે, વેક્સીનના બંને ડોઝ પછી તેમના સ્ટેટ્સ તરીકે ડબલ બ્લુ ટિક જોવા મળશે. જો કે, આરોગ્યા સેતુ એપ્લિકેશન પર ડબલ બ્લુ ટિક વેક્સિનેશનના બંને ડોઝ લીધાના 14 દિવસ પછી જોવા મળશે.

આ રીતે કરો સ્ટેટ્સ અપડેટ

  • જો તમે વેક્સીનનો પહેલો અથવા બીજો ડોઝ લગાવી લીધો છે, તો તેને વેરીફાઈ કરવું પડશે.
  • આ માટે એપ્લિકેશન પર “Partially Vaccinated (Unverified)” અથવા Vaccinated (Unverified)” પર ક્લિક કરવું પડશે.
  • પછી આરોગ્ય સેતુ એપ પર મોબાઈલ નંબર અપડેટ કરવો પડશે. ત્યારબાદ Proceed to Verify પર ક્લિક કરવું પડશે.
  • આ પછી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી દાખલ કરવો પડશે.
  • પછી તમારે તમારી વિગતો જેવી કે નામ વગેરે વેરીફાઈ (ચકાસણી) કરવી પડશે.
  • પછી તેને Confirm કરવું પડશે.
Scroll to Top