લગ્નની રાત્રે જ પતિને પત્ની સાથેના બળાત્કારનો વીડિયો જોવા મળ્યો, જાણો પછી શું થયું

Advertisement
પતિ-પત્નીના સંબંધો વચ્ચે એક દિવાલ હોય છે, જેને કહેવાય છે વિશ્વાસ. જ્યારે બેમાંથી એક બીજાથી કંઈક છુપાવે અથવા જૂઠું બોલે છે ત્યારે આ દિવાલ તૂટી પડે છે. આવો જ એક કિસ્સો હરિયાણાના પલવલ જિલ્લામાંથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ સાથે કંઈક એવું થયું જે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. પલવલ જિલ્લામાં એક વ્યક્તિને તેના લગ્નની પહેલી જ રાત્રે એવી ભેટ મળી, જેની તેણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી. આ વ્યક્તિને પોતાની જ પત્નીના બળાત્કારનો વીડિયો મળ્યો જોઈને તે દંગ રહી ગયો.
ખાસ વાત એ છે કે જે લોકોએ તે મહિલા પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો, તેઓએ આ વ્યક્તિને વીડિયો મોકલ્યો હતો. તેના પતિને વીડિયો મળ્યા બાદ તેના લગ્ન થોડા જ કલાકોમાં તૂટી ગયા હતા.
મહિલાની ફરિયાદના આધારે પોલીસે બળાત્કારના આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ મહિલાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો અને લગ્ન કર્યા બાદ તે વીડિયો તેના પતિને મોકલ્યો હતો.
તપાસ અધિકારી એએસઆઈ સુમિત્રાના જણાવ્યા અનુસાર, એક મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે 6 માર્ચે તેના લગ્ન ફરીદાબાદના રહેવાસી યુવક સાથે થયા હતા. તે જ દિવસે ગામના એક યુવકે તેના પર બળાત્કાર દરમિયાન બનાવેલો વીડિયો તેના પતિને મોકલ્યો, જેનાથી તેના લગ્ન તૂટી ગયા.
મહિલાનો આરોપ છે કે ઓક્ટોબર 2021ના રોજ તે તેના મામાના ઘરે હાજર હતી. તે જ સમયે આરોપી યુવક અને તેના બે સાથીઓએ ચાકુ બતાવીને તેના પર બળાત્કાર કર્યો હતો. બળાત્કાર દરમિયાન બંને યુવકોએ તેનો વીડિયો બનાવ્યો હતો.
મહિલાના પતિનું કહેવું છે કે, જો તેને લગ્ન પહેલા આ વાતની જાણ થઈ હોત અથવા કહ્યું હોત તો કદાચ આ લગ્ન તૂટ્યા ન હોત. પરંતુ આ બધી બાબતો વિશે પછીથી જાણવું દુખદ છે.
Advertisement
