એવું તો શું કારણ હતું કે, પતિએ પત્ની સહિત ત્રણ બાળકીને દોઢ વર્ષથી ઘરમાં કરી રાખી કેદ

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ તેની ત્રણ પુત્રી સહિત તેની પત્નીને દોઢ વર્ષથી ઘરમાં કેદ કરી રાખી હોવાનું સામે આવ્યું છે. જો કે આ યુવક પોતાની પત્નીને કથિત રીતે યૌણ ઉત્પીડન (Sexual Harrasment) કરતો હતો અને લગભગ દોઢ વર્ષથી પત્ની અને તેની બાળકીઓને ઘરમાં બંધ કરી રાખી હતી, ત્યારે માહિતીની જાણ પોલીસને થતા તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે આ સમગ્ર મામલાની જાણ ત્યારે થી જ્યારે એક મહિલાના તે ઘની બહાર કાગળનો એક ટુકડો મળી આવ્યો હતો, અને આ કાગળ ટુકડા પર મદદ માંગવામાં આવી હતી. અને મહિલાએ આ વિશે પોલીસને જાણકારી કરી દીધી હતી. ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ શરૂ કરતા જાણ થઇ હતી.

ત્યારબાદ પંઢરપુરના નિર્ભયા દસ્તેએ ઘર પર નજર રાખવાનું શરૂ કર્યું અને પીડિતોને ત્યાંથી બહાર કાઢ્યા. આ મામલે એક પોલીસ અધિકારીએ ગઈકાલે જણાવ્યું હતું કે સોમવારે પોલીસે પંઢરપુર શહેરના ઝાંડે ગલી વિસ્તારમાં એક મકાનમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ત્યાંથી એક મહિલા (41) અને તેની ત્રણ પુત્રી ઘરમાં કેદ હતી ત્યારબાદ તેમને બહાર કાઢવામાં આવી હતી. મહિલાની પુત્રીની ઉંમર 8 વર્ષ થી 14 વર્ષ વચ્ચે છે. અને ત્યારબાદ પુછપરછ કરીને આ મહિલાના પતિની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ આ મહિલાના પતિની ધરપકડ ભારતીય દંડ સંહિતાની કલમ 376 (દુષ્કર્મ) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે પીડિત મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, જો કે તેને પુત્રનો જન્મ ન થતા તેનાં નારાજ પતિએ તેને ઘરની અંદર એક રૂમમાં દોઢ વર્ષથી કેદ કરી રાખી હતી. આ ઉપરાંત મહિલાએ ફરિયાદમાં જણાવતા કહ્યું કે, પતિ તેનું યૌન ઉત્પીડન કરતો હતો. તેણે જણાવ્યું કે, પતિએ તેનો ઘણી વખત ગર્ભપાત કરાવવા પણ મજબૂર કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જો કે આવા અનેક કિસ્સો સામે આવી ગયા છે જેમાં પત્ની પુત્રને જન્મ ન આપતા તેમના પર ત્રાસ ગુજારવામાં આવે છે ઘણા કિસ્સોમાં પતિ તેની પત્ની સાથે સંબંધ તોડીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લે છે.

Scroll to Top