લોકો બહાર ની ફીણ વળી કોફી જોઈ ને લોતપોત થઈ જતાં હોય છે.આપણને બહાર કૉફી પીવાનું આકર્ષણ એટલા માટે હોય છે કારણ કે ઘરે એટલી સારી કૉફી નથી બની શકતી.જો સવાર સવારમાં તમને કોઈ ફીણવાળી મસ્ત કૉફી પીવડાવી દે તો કેવી મજા પડી જાય.
આજે અણે તમારી સાથે એસ્પ્રેસો કૉફીની રેસિપી શેર કરવા જઈ રહ્યા છે. આ રેસિપીથી બહાર જેવી જ ટેસ્ટી કૉફી બનશે.વહેલી સવાર હોય કે મોડી રાત, તમને આવી કૉફી પીવાની ઈચ્છા થાય ત્યારે તમારે બહાર જવાની જરૂર નહિં પડે, તમે ઘરે જ 10 મિનિટમાં આવી મસ્ત કૉફી બનાવી શકશો.
સામગ્રી,અડધો કપ પાણી ત્રણ કપ દૂધ 2 ચમચી કૉફી પાવડર સ્વાદ પ્રમાણે સાકર જરૂર પ્રમાણે ચોકલેટ સિરપ અડધી ચમચી ડ્રિંકિંગ ચોકલેટ.
સ્ટેપ 1,એક તપેલીમાં મિડિયમ ગેસ પર દૂધ ગરમ કરવા મૂકો.સ્ટેપ 2,પાણીમાં કૉફી પાવડર અને ખાંડ નાંખી તેમાં બ્લેન્ડર ફેરવી દો. જ્યાં સુધી દૂધની સપાટી પર ફીણ ન વળવા માંડે ત્યાં સુધી બ્લેન્ડર ફેરવો.
સ્ટેપ 3,દૂધ ઉકળવા માંડે અને ઊભરાવા માંડે ત્યારે તેમાં કૉફીનું પાણી ઉમેરી દો.સ્ટેપ 4,દૂધને 1 મિનિટ માટે ધીમે તાપે ઉકળવા દો, દૂધમાં ઊભરો આવવા માંડે ત્યારે ગેસ બંધ કરી દો. મારી એસ્પ્રેસો કૉફી તૈયાર છે. સ્ટેપ 5,આ ફીણવાળી કૉફી તમે મગમાં રેડીને તેના પર ટેસ્ટ પ્રમાણે ચોકલેટ સિરપ કે ચોકલેટ પાવડર નાંખી શકો છો