‘હું સુરેશ નથી, મોહમ્મદ શમી છું’, પતિની વાત સાંભળીને પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

ઉત્તર પ્રદેશના સંગમ શહેર પ્રયાગરાજમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મુસ્લિમ છોકરાએ પોતાનો ધર્મ છુપાવીને હિંદુ છોકરી સાથે લગ્ન કર્યા છે. બાદમાં યુવતી પર મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ શરૂ થયું હતું. જ્યારે યુવતીએ આવું કરવાની ના પાડી તો તેને માર માર્યો અને ઘરની બહાર નીકાળી દીધી હતી. હાલ પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, શહેરના નૈની વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 2016 માં તેણીએ ફેસબુક દ્વારા એક છોકરા સાથે મિત્રતા કરી હતી. છોકરાએ પોતાનું નામ સુરેશ પાલ રાખ્યું અને કહ્યું કે તે એક ફાયનાન્સ કંપનીમાં કામ કરે છે. તેણે જણાવ્યું કે તે કારેલી વિસ્તારનો રહેવાસી છે. બંને વચ્ચે નિકટતા વધતી ગઈ. ત્યારબાદ બંનેએ મનકામેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હતા.

સુરેશ પાલ યુવતી સાથે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. લગ્નના વીસ દિવસ બાદ યુવકે યુવતીને તેનું નામ સુરેશ નહીં પરંતુ મોહમ્મદ શમી ઉર્ફે મોહમ્મદ હોવાનું જણાવ્યું હતું. તે મુસ્લીમ છે. આ સાંભળીને યુવતીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. છોકરીનો આરોપ છે કે છોકરાએ તેના પર સતત ધર્મ બદલવાનું દબાણ શરૂ કર્યું. જ્યારે તેણે ના પાડી તો તેને માર માર્યો અને ઘરની બહાર ફેંકી દીધી હતી.

પોલીસ એફઆઈઆર નોંધતી ન હતી

પીડિત યુવતી આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ખુલદાબાદ પોલીસ સ્ટેશન પહોંચી હતી. પોલીસકર્મીઓ પહેલા તો એફઆઈઆર નોંધવામાં આનાકાની કરતા હતા, પરંતુ ભાજપના કેટલાક કાર્યકરોને આ વાતની જાણ થતાં જ તેઓએ પોલીસ પાસે રિપોર્ટ નોંધવાની માંગ કરી હતી. બાદમાં પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

Scroll to Top