IAS બનવાનું સપનું તૂટી ગયું પરંતુ મહેનતથી બનાવ્યું પોતાનું ભવિષ્ય, યૂટ્યૂબ માંથી ધંધો શીખી કમાય છે વાર્ષિક 6 લાખ રૂપિયા

મિત્રો, આપણે બધા આપણા જીવનમાં કંઈક ને કંઈક બનવા માંગીએ છીએ. ઘણા સપના જોઈએ છીએ કે ભણી ગણીને આ બનશુ, પરંતુ તેમાંથી કેટલાક સપના પૂરા થાય છે અને કેટલાક ઈચ્છા બનીને દિલમાં રહી જાય છે. હા, પરંતુ તેનો અર્થ એવો નથી કે આપણે જે ધાર્યું તે ન બની શકયા તો આપણે જીવન બીજું કાંઈ કરી શકીશું નહીં. ઘણી વાર રસ્તો બદલીને પણ જોઈ લેવો જોઈએ, તમે પણ સફળ થઈ શકો છો.

કંઈક આવું જ થયું મનોજ આર્ય (Manoj Arya) સાથે. જે IAS ઓફિસર બનવા માંગતો હતો, તેના માટે તેને દિલ્હીમાં પણ તૈયારી કરી હતી, પરંતુ તેને નિષ્ફળતા હાથ લાગી. પછી તેને ઘણા કામ કર્યા, તેઓ રાજકારણમાં પણ રહ્યા, પરંતુ મન ન માન્યું અને પછી હવે તે ખેડૂત બનીને ખુશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે. ઓર્ગેનિક ગોળ બનાવીને વેચે અને વર્ષે 6 લાખ રૂપિયા કમાઈ લે છે.

દિલ્હીમાં રહીને કરી UPSC ની પરીક્ષાની તૈયારી, પરંતુ નિષ્ફળ રહ્યા: મનોજ આર્ય (Manoj Arya) યુપીના બાગપત જિલ્લાથી લગભગ 15 કિમી દૂર આવેલા ઢીકાના ગામનો રહેવાસી છે. તે કહે છે કે તેણે શરૂઆતથી જ IAS બનવાનું સપનું જોયું હતું. તેથી વર્ષ 1994-95માં જયારે તેમનો અભ્યાસ પૂરો થયો, ત્યાર બાદ તેઓ દિલ્હી જઈને UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. ઘણા વર્ષો સુધી દિલ્હીમાં રહીને તૈયારી કરી પરંતુ તેને સફળતા ન મળી. પછી તેણે IAS બનવાનું સપનું છોડી દીધું અને રાજકારણ અને સામાજિક કાર્યોમાં રસ લેવા લાગ્યા.

અરવિંદ કેજરીવાલ સાથે કામ કર્યું: ત્યારબાદ વર્ષ 2006માં તેને અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની ટીમ સાથે કામ કર્યું. અરવિંદ કેજરીવાલની સાથે મનોજે ઘણા આંદોલનો પણ કર્યા. ત્યારબાદ તેઓ RTI ના સભ્ય બન્યા. તેમણે જણાવ્યું કે તેઓ અણ્ણા આંદોલન સાથે પણ જોડાયેલા હતા. જે સમયે આમ આદમી પાર્ટીની રચના થઈ હતી, ત્યારે તેમને સાથે પણ કામ કર્યું. આમ આદમી પાર્ટીમાં ઘણા હોદ્દા પર રહ્યા બાદ પણ જ્યારે રાજનીતિમાં તેમનું મન ન માન્યું, તો પછી વર્ષ 2016માં તેઓ રાજનીતિને અલવિદા કહીને નીકળી ગયા. હવે તેના જીવનનું કોઈ ધ્યેય નક્કી નહોતું, જે કામથી તેને સંતોષ મળે.

પછી… ખેતી કરવાનો શોખ થયો: મનોજે જણાવ્યું કે તેના પિતાજી સેવાનિવૃત પ્રિન્સિપાલ છે. તેનો એક ભાઈ દિલ્હીમાં લેક્ચરર છે અને બીજો ભાઈ બાગપતના બડૌતમાં એક શાળામાં આચાર્ય તરીકે કામ કરે છે. આ રીતે તેમના પરિવારના તમામ લોકો શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા છે. પરિવારમાં કોઈ પણ ખેતી કરવાનું જાણતું નહોતું કે ન તો દૂર દૂર સુધી ખેતી સાથે તેમનો કોઈ સંબંધ હતો. પહેલા તો તેને ખેતીમાં પણ કોઈ રસ નહોતો, પરંતુ પછી એકવાર તેના એક મિત્રએ તેને ખેડૂતોના વોટ્સએપ ગ્રુપમાં જોડયા, ત્યારથી જ તેને ખેતી કરવાનો શોખ થયો.

હવે ઓર્ગેનિક ગોળ બનાવીને કમાઈ છે, વર્ષે 6 લાખ રૂપિયા: મનોજે તેના જીવનમાં ઘણું બધું કર્યું, પરંતુ હવે તે બધું છોડીને એક ખેડૂત બનીને ખુશીથી જીવન પસાર કરે છે. તે તેમના ખેતરોમાં શેરડી ઉગાડે છે અને પછી તેમાંથી ઓર્ગેનિક રીતે ગોળ બનાવે છે, તેથી બજારમાં તેમના બનાવેલા ગોળની માંગ ઘણી વધી રહી છે. હવે તે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે અને અન્ય ખેડૂત ભાઈઓ તેમની પાસેથી ઓર્ગેનિક ગોળ બનાવવાની પ્રક્રિયા શીખે છે. હવે તેઓ ગોળમાંથી જ દર વર્ષે લગભગ 6 લાખ રૂપિયા કમાય લે છે.

મનોજે પહેલા શેરડી ઉગાડી અને પછી શેરડીમાંથી ગોળ બનાવીને વેચવાનું વિચાર્યું. સવારે બનાવેલ ઓર્ગેનિક ગોળ બજારમાં 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય જાય છે. માત્ર 10 હજાર રૂપિયામાં, મનોજે ગોળ બનાવવાનું સંપૂર્ણ સેટઅપ તૈયાર કરી દીધું અને હવે તેનો બનાવેલો ગોળ યુપી સિવાય દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ સહિત 6-7 રાજ્યોમાં નિકાસ કરવામાં આવે છે. આ રીતે મનોજ 6 લાખ રૂપિયા તો દર વર્ષે માત્ર ગોળ વેચીને સરળતાથી કમાઈ છે.

Scroll to Top