મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામમાં મહિલા IAS અધિકારી અને IFS અધિકારીના લગ્ન ચર્ચામાં છે. IAS તપસ્યા પરિહારે UPSC ની પરીક્ષામાં 23મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. તેને IFS અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા. તપસ્યા પરિહારના લગ્ન એટલા માટે ખૂબ જ ચર્ચામાં છે કારણ કે તેને કન્યાદાન કરાવવાની ના પાડી દીધી. તપસ્યાએ તેના પિતાને કહ્યું છે કે હું દાનની વસ્તુ નથી, હું તમારી પુત્રી (દીકરી) છું. તેમને લગ્નમાં કન્યાદાનની વિધિ કરાવી નહિ. ગુરુવારે જોવા ગામમાં આ લગ્નનું રિસેપ્શન યોજાયું છે. જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતોએ જોડાયા છે.
મહિલા IASએ લગ્નમાં ન કરાવ્યું કન્યાદાન
હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે, પરંતુ નરસિંહપુર જિલ્લામાં જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો ને તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી, જેના કારણે આ લગ્ન ચર્ચામાં છે. IAS અધિકારી તપસ્યાનું કહેવું છે કે નાનપણથી જ તેને સમાજની આ વિચારધારા વિશે લાગતું હતું કેવી રીતે કોઈ મારું કન્યાદાન કરી શકે છે, અને તે મને મારી ઈચ્છા વગર. આ જ વાત ધીમે ધીમે મેં મારા પરિવાર સાથે ચર્ચા કરી અને વાતને લઈને પરિવારના સભ્યો પણ માની ગયા. ત્યારપછી વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યા અને કન્યાદાન વગર લગ્ન થઇ ગયા.
IAS તપસ્યા પરિહારનું કહેવું છે કે જો બે પરિવાર એક બીજા સાથે મળીને લગ્ન કરે છે તો તે નાનું-મોટું કે ઊંચું-નીચું હોવું યોગ્ય નથી. કેમ કોઈનું દાન કરવામાં આવે અને જ્યારે હું લગ્ન માટે તૈયાર થઇ તો મેં પણ પરિવારના સભ્યો સાથે ચર્ચા કરીને કન્યાદાનની વિધિને લગ્નથી દૂર રાખી.
લગ્નમાં નહિ થઇ કન્યાદાનની વિધિ
જયારે, તપસ્યાના પતિ IFS ગર્વિત પણ કહે છે કે કેમ લગ્ન પછી છોકરીને સંપૂર્ણપણે બદલવું પડે છે. ભલે પછી સિંદૂર ભરવાની વાત હોય અથવા કોઈ આવી પરંપરા જે આ સાબિત કરે કે છોકરી પરણેલી છે. આવી વિધિ છોકરા માટે ક્યારેય લાગુ પડતી નથી અને આ પ્રકારની માન્યતાઓ આપણે ધીમે ધીમે દૂર કરવી જોઈએ. તપસ્યાના પિતા પણ લગ્નથી ખુશ છે. તેમનું માનવું છે કે આ પ્રકારની વિધિઓથી છોકરીને પિતાના ઘરમાંથી અથવા તેની મિલકતમાંથી કાઢી મૂકવાની સાજિસ (કાવતરા) તરીકે જોવામાં આવે છે.
જણાવી દઈએ કે આ સમગ્ર લગ્ન વૈદિક મંત્રો અને બાકીની વિધિઓ સાથે સંપન્ન થયા. ફક્ત કન્યાદાન જેવી વિધિને દૂર રાખીને બંને IAS અને IFS બંને અધિકારીઓએ લગ્નને અનોખા બનાવી દીધાં અને એક દાખલો બેસાડીને તેને ચર્ચામાં લાવી દીધા.
લગ્ન વૈદિક મંત્રોચ્ચાર સાથે સંપૂર્ણ રીતિ રિવાજ સાથે પૂરા થયા
તપસ્યા પરિહાર વર્ષ 2018 બેચની IAS અધિકારી છે. તેનો જન્મ મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોવા ગામમાં થયો છે. નરસિંહપુરની કેન્દ્રીય વિદ્યાલયમાંથી તપસ્યા પરિહારે શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. આ પછી તેને પુણેમાં આવેલી ઈન્ડિયા લો સોસાયટી કોલેજમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. પાપા વિશ્વાસ પરિહાર ખેડૂત છે. UPSC ની તૈયારી માટે તપસ્યા અઢી વર્ષથી દિલ્હીમાં રહેતી હતી. બીજા પ્રયાસમાં તેને સફળતા મળી. તે સમાજમાં સમાનતા ઈચ્છે છે.