T20 વર્લ્ડ કપની તમામ 16 ટીમોના અંતિમ નામ જાહેર: ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ્સ ક્વોલિફાય, ભારત સીધું સ્વોલિફાઇ

નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે આ વર્ષે ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ સાથે T20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી 16 ટીમો નક્કી થઈ ગઈ છે. સુપર-12માં ભારત સહિત 8 ટીમો સીધી રમશે, જ્યારે 8 ટીમોમાંથી 4 ટીમો પ્રથમ રાઉન્ડ બાદ સુપર-12માં પહોંચશે.

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી ક્વોલિફાયર બી ટૂર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગીનીને હરાવ્યું અને બીજી સેમીફાઈનલમાં નેધરલેન્ડે યુએસએને હરાવ્યું. હવે આ બંને ટીમો ક્વોલિફાયર-બીની ફાઇનલમાં સામસામે ટકરાશે. આ સાથે ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

અગાઉ 18 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ક્વોલિફાયર-એ મેચો રમાઈ હતી. આયર્લેન્ડ અને યુનાઇટેડ આરબ અમીરાત ક્વોલિફાયર-એમાંથી T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયા છે. ક્વોલિફાયર-Aની મેચો ઓમાનમાં રમાઈ હતી.

ક્વોલિફાયર B ની ફાઈનલ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચે રમાશે

ક્વોલિફાયર Bની ફાઈનલ ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. પ્રથમ સેમીફાઈનલમાં ઝિમ્બાબ્વેએ પાપુઆ ન્યુ ગીનીને 27 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. જવાબમાં પાપુઆ ન્યુ ગીનીની ટીમ 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. બીજી સેમીફાઈનલમાં નેધરલેન્ડે અમેરિકાને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અમેરિકન ટીમ 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રહીને લક્ષ્યનો પીછો કર્યો હતો.

વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે

ICCએ શુક્રવારે T20 વર્લ્ડ કપ 2022નું શેડ્યૂલ જાહેર કર્યું. આ શેડ્યૂલ અનુસાર ભારત તેની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે રમશે. T20 વર્લ્ડ કપ 16 ઓક્ટોબરથી શરૂ થશે જ્યારે ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાશે. ટૂર્નામેન્ટમાં એડિલેડ, બ્રિસ્બેન, જીલોંગ, હોબાર્ટ, મેલબોર્ન, પર્થ અને સિડનીના 7 અલગ-અલગ શહેરોમાં કુલ 45 મેચો રમાશે. 2014ની ચેમ્પિયન શ્રીલંકા 16 ઓક્ટોબરે નામીબિયા સામે ટુર્નામેન્ટની શરૂઆતની મેચ રમશે.

ફાઇનલ મેચ ફ્લડલાઇટમાં રમાશે

વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ 9 નવેમ્બરે સિડનીમાં અને બીજી 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં રમાશે. આ પ્રથમ વખત હશે જ્યારે વર્લ્ડ કપની સેમિફાઇનલ એડિલેડ ઓવલ ખાતે યોજાશે. ફાઈનલ 13 નવેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ફ્લડ લાઇટ હેઠળ રમાશે.

સુપર-12માં ભારત અને પાકિસ્તાન સાથે 12 ટીમો

ભારત અને પાકિસ્તાન સિવાય ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાને સુપર-12માં સ્થાન મળ્યું છે. નામીબિયા, સ્કોટલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ મુખ્ય ડ્રો પહેલા ક્વોલિફાયર રમશે. અન્ય 4 ટીમો પણ ક્વોલિફાયર્સમાં પ્રવેશ કરશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે

ભારતને સુપર 12માં ગ્રુપ-2માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ અને બે ક્વોલિફાયર સાથે રાખવામાં આવ્યું છે. ભારત આખી ટુર્નામેન્ટમાં કુલ 5 મેચ રમશે.

Scroll to Top