હવે કોગળા કરીને જાણો તમને કોરોના છે કે નહિ? 3 કલાકમાં મળશે પરિણામ

વિશ્વભરમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે તેના ટેસ્ટ કરાવવા માટે ઘણી ભીડ જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેરમાં વાયરસના પરિવર્તનને કારણે ઘણા લોકો ના આરટી-પીસીઆર રીપોર્ટ પણ ખોટા આવી રહ્યા છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે વૈજ્ઞાનિકોએ પરીક્ષણની એક તકનીક વિકસાવી છે, જેની મદદથી માત્ર ત્રણ કલાકમાં કોરો છે કે નહિ તે શોધી શકાય છે. આ પરીક્ષણમાં કોરોના ફક્ત કોગળા દ્વારા જ શોધી શકાય છે. તેને ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર) દ્વારા પણ મંજૂરી આપવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકોને કોરોના પરીક્ષણ કરવામાં ઘણી ચિંતા કરવી પડે છે તેવા સ્થાનો માટે નિષ્ણાતો આ પરીક્ષણ પદ્ધતિને વરદાન તરીકે જોઈ રહ્યા છે.

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદે કોરોનાની તપાસ માટે લોકોને કોઈ ચોક્કસ ટેકનિક વિશે માહિતી આપી છે. આ વિશિષ્ટ ટેકનિકને સામાન્ય આરટી-પીસીઆર પરીક્ષણ જેવા સ્વેબની જરૂર રહેશે નહીં. હવે તમે ઘરે બેસીને ચેપ સરળતાથી શોધી શકશો. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો.હર્ષવર્ધને આ ટેકનિકને નોંધપાત્ર ગણાવી છે. તેમણે કહ્યું કે, આ ટેકનિકથી કોરોનાની તપાસ ઝડપી કરવામાં આવશે. આ સ્વેબ વગર થતી કોરોના પરીક્ષણ પ્રક્રિયા ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

નાગપુર સ્થિત રાષ્ટ્રીય પર્યાવરણ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) ના વૈજ્ઞાનિકોએ કોવિડ -19 નું પરીક્ષણ કરવા માટે ‘સેલાઈન ગાર્ગલ આરટી-પીસીઆર પદ્ધતિ’ વિકસાવી છે. જેના દ્વારા ત્રણ કલાકમાં પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. અધિકારીઓએ કહ્યું કે, કીટ સરળતાથી અને ઝડપથી કોરોનાને શોધવા માટે મદદ કરશે. NEERI ના પર્યાવરણીય વાયરોલોજી વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક Dr. કૃષ્ણ ખૈરનર કહે છે કે, આરટી-પીસીઆરની સ્વેબ પરીક્ષણમાં ઘણો સમય લાગતો હતો, આ નવી ટેકનિકને આ અર્થમાં વધુ સારી ગણી શકાય. આમાં નમૂનાથી પરીક્ષણના ત્રણ કલાકમાં કોરોના શોધી શકાય છે.

Dr.કૃષ્ણ ખૈરનર સમજાવે છે કે, આ ટેસ્ટ કીટમાં ખારા ક્ષારવાળી નળી હશે. કોરોનાને ચકાસવા માટે, આ ક્ષારને મોંમાં નાખો અને 15 સેકંડ માટે કોગળા કરો. આ પછી એક જ ટ્યુબમાં કોગળો ફેંકીને તપાસ માટે આપવો પડશે. તે લેબમાં વૈજ્ઞાનિકો દ્વારા વિકસિત બફર સાથે ભળીને 30 મિનિટ સુધી રાખવામાં આવશે. આરટી-પીસીઆર પરીક્ષણ માટે RNA મેળવવા માટે આ મિશ્રણ છ મિનિટ માટે 98 ડિગ્રી પર ગરમ કરવામાં આવશે. આ આધારે કોરોના કેસની વ્યક્તિગત રૂપે પુષ્ટિ કરવામાં આવશે. Dr.કૃષ્ણ ખૈરનર કહે છે કે આ પરીક્ષણ ટેકનિકને દેશની તમામ લેબોરેટરી સાથે શેર કરવામાં આવી છે.

વૈજ્ઞાનિકોએ આશા વ્યક્ત કરી છે કે, આ પરીક્ષણ ટેકનિક ખાસ કરીને ગ્રામીણ અને આદિજાતિ વિસ્તારો માટે ફાયદાકારક રહેશે. હાલમાં આવા વિસ્તારોમાં પરીક્ષણના અભાવે લોકોને કોરોના પરીક્ષણ માટે શહેરોમાં જવું પડે છે. ડો.ખૈન્નર અને તેમની ટીમને આશા છે કે કોરોનાની તપાસ ઝડપી બનાવવા આ પદ્ધતિ રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે.

Scroll to Top