પાટીદાર સમાજને બંધારણીય અનામત મળે તે માટે સમગ્ર રાજયમાં છેલ્લા બે વર્ષ થયા પાટીદાર સમાજના યુવાનો આંદોલન ચલાવી રહ્યાં છે. આ સમય દરમ્યાન પાટીદાર સમાજના યુવાનો ઉપર અનેક પ્રકારના જોર જુલમો થયા તેમાં અનામત આંદોલનની માંગના પ્રણેતા હાર્દિક પટેલને નવ માસ જેલમાં ધકેલી દઈ ગુજરાત સરકારે આ આંદોલનને તોડી પાડવા અનેક પ્રયાસો કરેલ.
આવા સમયમાં ધારાસભાની ચૂંટણીના બ્યુગલ વાગ્યા પરિણામમાં ભાજપ તે ૬૦ જેટલી બેઠકો ગુમાવાનો વારો આવતા કેન્દ્રમાં બેઠેલા ભાજપના નેતાઓ ચોકી ગયા. વિવિધ આયોગો અને અનામત સમક્ષ વિવિધ લાભો આપવાની જાહેરાતો કરી છતાં પાટીદાર આંદોલન શાંત વાનું નામ લેતું નથી.
હાલમાં પણ પાટીદાર આંદોલન ધીમીગતિએ ચાલી રહ્યું છે. તેવા સમયે ગઈકાલે કેન્દ્રીય ભાજપના કેબિનેટ મંત્રી રામદાસ આઠવલે નિવેદન કરતા પાટીદાર સમાજના કોંગ્રેસી ધારાસભ્યે સમાજ માટે માું આપવાની જાહેરાત કરતા ભાજપને ભારે પડી ગયું હતું.
ગઈકાલે કેન્દ્રના ભાજપ સરકારના કેબિનેટ મંત્રી રામદાસ આઠવલે જણાવેલ કે જો પાટીદાર સમાજના યુવાન હાર્દિક પટેલ એનડીએને સર્મન આપે તો પાટીદાર સમાજને અનામતનો પ્રશ્ર્ન ઉકેલી શકાય તેમ છે. આવા વિધાન અને નિવેદન સામે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્યએ વ્યક્તિ ગત નિવેદન કરી જણાવેલ કે જો પાટીદાર સમાજને કેન્દ્રમાં બેઠેલી એનડીએની સરકાર બંધારણીય અનામત આપતી હોય તો પાટીદાર સમાજ માટે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામુ આપી ભાજપનો આજીવન પ્રચાર કરવા તૈયાર છે, સો સાષ પાસના અગ્રણી નયન જીવાણી, જતિન ભાલોડિયા, સુરેશ વેકરીયા, અશ્ર્વિન ગજેરા, જીતુ લક્કડએ જણાવેલ કે પાટીદાર સમાજ માટે સતાને લાત મારવા વારો ધારાસભ્ય પહેલો જોયો છે.સત્તા કરતા સમાજનું સ્વમાન વધુ વાલું હોય તેમ લલીત વસોયાની સો એક હજાર યુવાનો પણ ભાજપ બંધારણીય અનામત આપે તો આજીવન ભાજપનો પ્રચાર કરવા તૈયાર હોવાનું જણાવેલ હતું.
લલિત વસોયાનું કહેવું છે, આઠવલેએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે , હાર્દિક પટેલ અને ‘ પાસ ‘ તેમજ પાટીદાર સમાજ જો એનડીએને સમર્થન કરે તો અનામત મળી શકે . વસોયાનું કહેવું છે કે , જો બંધારણીય અનામત મળતી હોય તો પાટીદાર સમાજ , કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો સહિત બધા ભાજપ માં જોડાવા તૈયાર છે .
વસોયાએ આપેલા નિવેદન મૂજબ , જો ભાજપની સરકાર પાટીદારોને બંધારણીય અનામત આપવા તૈયાર થતી હોય તો , સમગ્ર પાટીદાર સમાજ અને કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપના આજીવન પ્રચારક તરીકે જોડાવા તૈયાર છે . વસોયાએ સમગ્ર પાટીદાર સમાજ વતી બાહેંધરી આપતા જણાવ્યું કે , બંધારણીય અનામત મળતી હોય તો આખો સમાજ ભાજપના સમર્થનમાં રહેશે . વસોયાના આ નિવેદનથી વિવાદ ઉભો થાય તેવી સંભાવના છે .