જો પેટમાં ગેસ થાય છે તો અપનાવો આ ઘરેલુ નુસખા, મિનિટોમાં મળશે રાહત

ગેસની તકલીફ છે?

ખાવા પીવાની ખોટી આદતો અને વધુ પડતું ખાઈ લેવાથી વૃદ્ધો હોય કે જુવાનિયા દરેકને ગેસ થવાની સમસ્યા થાય છે. જો સમયસર ગેસની સમસ્યાનું નિવારણ ન લાવવામાં આવે તો સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. ગેસથી મુક્તિ મેળવવા માટે મોંઘી દવાઓની જરૂર નથી, કિચનમાં રહેલી આ વસ્તુઓ જ ગેસથી છુટકારો અપાવશે.

તજ.

તજ ગેસ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. એક ચમચી તજ પાઉડરને ગરમ પાણીમાં મિક્સ કરીને પીવાથી રાહત થાય છે. આમાં મધ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો.

આદુ.

ગેસની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે આદુનું સેવન કરો. આદુ, વરિયાળી અને ઈલાયચીને સરખા પ્રમાણમાં લઈને પાણીમાં બરાબર મિક્સ કરી દો. આ મિશ્રણમાં ચપટી હીંગ નાખો. દિવસમાં એક-બે વાર પીવાથી ફાયદો થશે.

લીંબુ અને બેકિંગ સોડા

એક લીંબુના રસમાં બેકિંગ સોડા ઉમેરો. ત્યાર બાદ તેમાં પાણી અને ફરીથી થોડા બેકિંગ સોડા ઉમેરો. આ મિશ્રણને બરાબર મિક્સ કર્યા પછી ધીમે ધીમે પીવો. તમે ઈચ્છો તો એક ગ્લાસ પાણીમાં ફક્ત બેકિંગ સોડા નાખીને પણ પી શકો છો.

લસણ.

લસણમાં રહેલા તત્વો ગેસની સમસ્યામાં રાહત આપે છે. પાણીમાં લસણની કેટલીક કળીઓ ઉકાળો. તેમાં મરી પાઉડર અને જીરું ઉમેરો. આ પાણી ઠંડું થયા બાદ ગાળીને પી લો.

હીંગ.

ગેસ થાય ત્યારે હીંગનું પાણી પીવાથી લાભ થાય છે. એક ગ્લાસ ગરમ પાણીમાં ચપટી હીંગ ઉમેરો. દિવસમાં બે ત્રણ વાર આ પાણી પીવાથી જલ્દી આરામ મળશે.

જો હીંગનું પાણી પીવાથી તકલીફ થતી હોય તો હીંગમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પેટ પર લગાવો. થોડા સમયમાં જ ગેસની સમસ્યા છૂમંતર થઈ જશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top