નવરાત્રી શરૂ થઈ ગઈ છે. મોટાભાગના લોકો નવરાત્રીમાં ઉપવાસ રાખતા હોય છે. નવરાત્રીના નવ દિવસો દરમિયાન મા દુર્ગાની ઉપાસના દરમિયાન અનેક લોકો વ્રત કરે છે અને ઉપવાસ કરે છે. આ સંજોગોમાં નવ દિવસ ફરાળી ખોરાકમાં શું ખાવું અને શું નહીં તેને લઈને મોટાભાગના લોકો મૂંઝવણમાં હોય છે. તો નવરાત્રીમાં ખવાતી ફરાળી વાનગીઓમાં આજે બનાવો. તો નવરાત્રીના દિવસો મા બનાવો ફરાળી ઢોકળા.
સામગ્રી
- 1/2 કપ મૌરયો
- 1 કપ ખાટુ દહીં (છાશ)
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી મીઠુ
- 2 ચમચી તેલ
- 6-7 મીઠા લીમડાના પાન
- 1 ચમચી જીરૂ
- ગાર્નીશ માટે કોથમીર
બનાવવાની રીત.
ખીરુ તૈયાર કરવા માટે મૌરૈયાને છાશમાં પલાળો અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. ત્યારબાદ ખીરાને 6-7 કલાક સુધી પલાળી રાખો અથવા આખી રાત રાખી મૂકો.
મૌરેયો બરાબર રીતે પલડી જાય ત્યારે તેને બ્લેન્ડરમાં ક્રશ કરી લેવો. અને મિશ્રણ થોડું જાડું રાખવું. હવે તેમાં ખાવાનો સોડા નાખવો. અને સારી રીતે મિક્સ કરી લો.
ત્યારબાદ મિશ્રણમાં આદુની પેસ્ટ નાખવી અને દહીં નાખવું ખટાશ માટે હવે સ્ટીમરમાં વાસણ મૂકી 20 મિનિટ સુધી બાફવા દો. બફાઈ જાય એટલે તેને ઉતારી લો અને ઠંડુ થવાદો
વઘાર માટે.
ઘી ને કઢાઈમાં ગરમ કરી તેમાં મરી, જીરૂ અને લીમડાંના પાન નાખવા. તેને બાદ તેને ઢોકળાં પર નાખો. ઢોકળાના પીસ કરીને કોથમીર તથા કોપરૂં ભભરાવીને ગાર્નીશ કરો. તો તૈયાર છે ફરાળી ઢોકળા