જિંદગી માં એક ફાધર,બાપ,પિતા, પા ની વેલ્યુ સમયે સમજાય છે, ત્યારે આવતીકાલે ફાધર્સ ડે છે, જોકે ફાધર્સ ડે પર કોઈ વાત આપણે પિતા ને કેહવા માંગતા હોય તો શું કહીયે એ અહીં પંક્તિઓ માં વાંચો..
એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે…
થોડા સિક્રેટ્સ
શેર કરવા છે,
થોડી કબૂલાતો કરવી છે,
એમણે આપેલી જિંદગીના બદલામાં,
એમને એક સાંજ ધરવી છે.
બાળપણમાં જે હાથ તેડીને ખભા પર બેસાડતો,
એ જ હાથને
વ્હાલ કરવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે…
કોલેજમાં ગમતી છોકરીથી લઈને,
એમની જાણબહાર પીધેલી સિગરેટનું,
કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.
કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને,
પપ્પાને એક ગુલાબ આપવું છે.
આટલું વિશાળ હ્રદય સાચવીને,
ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.
એમણે મમ્મીને પ્રેમ કર્યો છે,
એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે….
થોડો ટાઈમ કાઢીને મારે,
એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.
અજવાળામાં જઈને,
એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે…
કાયમ સાથે રહેવા માટે,
ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.
ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર,
મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે.
હાથ પકડીને,
આંખોમાં આંખો નાખીને
એકવાર
‘આઈ લવ યુ’ કહેવું છે,
એક વાર
પપ્પા સાથે
ડેટ પર જવું છે…!!
બસ એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે,
મનમોહન ગોવાના બીચ ઉપર પપ્પાની સાથે ફરવું છે.
પપ્પાના ગમતા મંદિરે પપ્પાની સાથે દર્શન કરવા જવું છે,
વર્ષો ભલે એમને કાઢી નાખ્યા ઝભ્ભા લેંઘામાં બસ એકવાર મારે એમને જીન્સ-ટિશર્ટ પેહરાવીને જોવું છે..
આખી જિંદગી ની સફર એમને કાઢી નાખી બસ માં ફરતાં ફરતાં હવે એકવાર મારે એમને વિમાનમાં સફર કરતા જોવા છે
માં દરરોજ મારું ભાવતું ભોજન જમાડતી, હવે પત્નીને કહીને માતા-પિતાને ભાવતું ભોજન રોજ-રોજ બનાવવું છે.
નાનપણમાં મને ખભે ઊંચકી એ ગામ મને ફેરવતા, બસ હવે મારે એમને ચારધામ જાત્રાએ જતા જોવા છે,
જીંદગીમાં દરેક તોફાન સામે મને લડતા શીખવાળ્યો, બસ હવે એમને હવે શાંતિથી જીવતા મારે શીખવાડવું છે,
બસ મારે એક વાર પપ્પા સાથે ડેટ ઉપર જાવું છે,
બસ મારે એક વાર પપ્પા સાથે…
હારી ચુક્યો હતો હું બધે થી,
ત્યારે મારી હિંમત બનનાર મારા પપ્પા,
જીવનમાં આવતા તોફાનો સામે ઢાલ બની મને રક્ષા આપનાર મારા પપ્પા…
ઈશ્વર ને સૌ જગતના પિતા કહે છે ને દરેક પિતાના હૃદયમાં ખુદ ઈશ્વર રહે છે, પણ સ્થાન પપ્પાનું રહેશે તુજથી ઊંચું , હે પ્રભુ ..!
કારણકે મને ઈશ્વર નો પરિચય આપનાર મારા પપ્પા ..!
આજે મારા પપ્પા નો દિવસ છે… જીવનમાં તેઓ લાબું જીવી ને તંદુરસ્ત રહીને, આમ જ અમારા પર શીખ નો પ્રેમ વરસાવતા રહે આશીર્વાદ આપતા એજ મનોકામનાઓ
Happy_Fathers_Day