જો તમારે સોનુ ખરીદવું હોય તો ખરીદી લો, આટલો ભાવ થઈ ગયો છે ધનતેરસ સુધી

જો તમારે સોનુ ખરીદવું હોય તો ધનતેરસ સુધી ભારતમાં સોનું અને ચાંદીની ભાવ સારા રહેશે અને એના પછી સોનાના ભાવ માં વધારો થવાનો છે અને ધનતેરસના દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે.

એક સમય અનુસાર દેશમાં આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદે છે લોકો એટલું એની 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થવાની આ દિવાળીની સિઝનમાં કરવામાં આવે છે. તમે જાણો છો આ વર્ષે સોનાના ભાવનો આધાર તેની આંતરાષ્ટ્રીય બજારમાં કિંમત, ડૉલર રૂપિયાનો વિનિમય દર, સોના ચાંદીનો એ સમયનો લાગુ માપન એકમમાંથી ગ્રામમાં તેનું રૂપાંતર ઉપરાંત ડિમાન્ડ-સપ્લાય જેવાં પરિબળો પર રહેતો હોય છે.

વળી, તેમાં આંતરરાષ્ટ્રીય સંબંધો, આયાત ડ્યૂટી, સ્થાનિક ટેક્સ સહિત વિશ્વમાં બનતી આર્થિક ઉથલપાથલ પણ જવાબદાર રહેતી હોય છે. ચાંદીની કિંમત પણ 48,500 રૂપિયા પ્રતિ કિલો થઈ શકે છે.

ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણ કરનારાઓ પણ સોનું અને ચાંદીને પસંદ કરી રહ્યા છે. 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે. સોનાના ભાવે 2019 માં દસ ટકા વૃદ્ધિ નોંધાવી છે. તેના લીધે ભાવ સંવેદી ભૌતિક ખરીદદાર તેનાથી દૂર થઈ ગયા છે અને ઝવેરાતનું વેચાણ છેલ્લા કેટલાક સપ્તાહોમાં લગભગ 50 ટકા જેટલું નીચું થઈ ગયું છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેજી પર, ભારતમાં પણ પહોંચ્યું વિક્રમી સપાટી પર વૈશ્વિક બજારમાં સોનાના ભાવ તેજી પર, ભારતમાં પણ પહોંચ્યું વિક્રમી સપાટી પર પહોંચી ગયું છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં તેજી માટે અત્યારે કોઈ નવું કારણ શોધવાની જરૂર નથી. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર વકરી ગયું છે.

ગત સપ્તાહના અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતી 300 અબજની ચીજો ઉપર 10 ટકા ટેરીફ લાદ્યા હતા. આ પછી તેમણે વધુ ટેરીફ લડવાની ધમકી પણ ઉચ્ચારી છે. સોમવારે ચીને અમેરિકાથી કૃષિ ચીજોની આયાત બંધ કરવામાં આવશે એવી જાહેરાત કરી હતી.

આ બધી સ્થિતિમાં ચીનનું ચલણ યુઆન 7 ની સપાટી તોડી ડોલર સામે નબળું પડતા હવે બજારમાં સોનું અને વધારે સલામત રોકાણ માટે દોડદોડ ચાલી રહી છે. યુએસના ન્યૂયોર્ક ખાતે સોનાના ભાવ અત્યારે 1.39 ટકા વધી 1477.45 ડોલર પ્રતિ ઔંસ ચાલી રહ્યા છે. હાજર બજારમાં સોનાનો ભાવ 25.30 ડોલર વધી 1466.30 ડોલર છે.

બન્ને સપાટી મે 2013 પછીને એટલે કે છ વર્ષની ઉંચી સપાટી છે. કેનેડામાં ભાવ 1910.40 કેનેડીયન ડોલર પ્રતિ ઔંસ છે જે સૌથી ઉંચો ભાવ છે. ભારતમાં હાજર અને વાયદામાં સોનાનો ભાવ સૌથી ઉંચી સપાટીએ છે. ભારતમાં સોનું વિક્રમી સપાટીએ, ચાંદી પણ ઉછળી ભારતીય બજારમાં હાજર અને વાયદામાં સોનાના ઐતિહાસિક રીતે સૌથી ઉંચી સપાટીએ બંધ આવ્યા હતા.

મુંબઈ ખાતે હાજરમાં સોનું રૂ.695 વધી રૂ.39,635 પ્રતિ 10 ગ્રામ અને વાયદામાં રૂ.626 વધી રૂ.36,203ની સપાટીએ બંધ આવ્યા હતા. સોનાના ભાવમાં વૃદ્ધિની સાથે મુંબઈમાં ચાંદી પણ રૂ.1190 વધી રૂ.44,290 પ્રતિ કિલો રહી હતી. અમદવાદ ખાતે સોનું રૂ.655 વધી રૂ.37,425 પ્રતિ 10 ગ્રામ અને ચાંદી રૂ.1114 વધી રૂ.43,445 પ્રતિ એક કિલોના ભાવ રહ્યા હતા.

એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.36192 ખૂલી, ઊપરમાં રૂ.36250 અને નીચામાં રૂ.36020 ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.626 વધીને રૂ.36203 બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.533 વધીને 8 ગ્રામદીઠ રૂ.29024 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.80 વધીને 1 ગ્રામદીઠ રૂ.3654 થયા હતા, જ્યારે સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.650 વધીને બંધમાં રૂ.36355 ના ભાવ રહ્યા હતા. ઈન્ટરનેશનલ માર્કેટમાં 1,500 ડોલર પ્રતિ ઔંસનો ભાવ સોના માટે તાલી રહ્યો છે.

ધનતેરરસના સમયે ભારતમાં સોના અને ચાંદીની ખરીદી વધે છે

ધનતેરસના સમયે સોનું ફરી એક વાર 40,000 ને પાર જઈ શકે છે. સાથે જ આ વર્ષે ચાંદીની કિંમતમાં પણ 48,500 રુપિયા પ્રતિ કિલો જઈ શકે છે. જો કે ઘરેલૂ માર્કેટમાં વધારે ડિમાન્ડ નથી પણ ઈન્ટરનેશનલ લેવલમાં સોના અને ચાંદીમાં વધતા રોકાણને લઈને બંનેના ભાવ પર દબાણ વધી રહ્યું છે.

એક અંદાજ અનુસાર આખા વર્ષમાં જેટલું સોનું અને ચાંદી ખરીદાય છે તેના 30 ટકા ખરીદી ઓક્ટોબરથી શરૂ થનારી તહેવારની સિઝનમાં થાય છે.

દુનિયાના રોકાણકારો સોના અને ચાંદીમાં કરી રહ્યા છે રોકાણ

મળતી માહિતી અનુસાર આખા વિશ્વની ઈકોનોમીમાં સ્લોડાઉનની વાત કરવામાં આવી રહી છે. જેના કારણે શેરમાર્કેટમાં અનિશ્ચિતતાનો માહોલ છે. એવામાં ઈન્ટરનેશનલ માર્કેટમાં રોકાણકારો સોના અને ચાંદી તરફ વળી રહ્યા છે.

એક સમયે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું 1000 થી 1200 ડોલર પ્રતિ ઓસની નીચે ગયું હતું પરંતુ આજે ફરી 1500 ડોલર પ્રતિ ઓસ ઉપર આવ્યું છે. ભારત પોતાની ખપતનો 90 ટકા વધારે સોનું ઈમ્પોર્ટ કરે છે. એવામાં સોનાની કિંમતને વધતી અટકાવવાનું મુશ્કેલ છે.

ધનતેરસના સમયે વધી શકે છે કિંમત ધનતેરસના સમયે ફરી ઘરેલૂ માર્કેટમાં ડિમાન્ડ વધી શકે છે. તેનાથી સોનાની કિંમતમાં વધારો સ્વાભાવિક છે. હાલમાં જો સ્થિતિ કાયમ રહેશે તો શક્ય છે કે સોનું ફરીથી એકવખત રેકોર્ડ બનાવી શકે છે. ટ્રેડ વોર પર રહેશે નજર એક સર્વે અનુસાર સોના અને ચાંદીના માર્કેટને સૌથી વધારે અમેરિકા ચીનના ટ્રેડવોરે પ્રભાવિત કર્યા છે.

તેનાથી બંને દેશોના શેર અને બ્રાન્ડ માર્કેટમાં અનિશ્ચિચચાનું વાતાવરણ બનાવે છે. તેનાથી ઇન્વેસ્ટર્સ બોન્ડ્સ અને શેર માર્કેટ બંનેમાંથી ભાગી ચૂક્યા છે. હાલમાં ઈકોનોમિક સુસ્તી ચાલી રહી છે. અમેરિકા સહિત ભારતનો જીડીપી ગ્રોથમાં નરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેનાથી ડોલરનીસરખામણીએ રૂપિયા પર દબાવ વધી રહ્યો છે.

રૂપિયો તૂટ્યો તો સોનાનું ઇમ્પોર્ટ મોંઘુ થઈ રહ્યું છે. આવનારો સમય કેવો રહેશે. કોમોડિટી માર્કેટનું માનવું છે જે પરિસ્થિતિ છે તેનાથી લાગી રહ્યું છે કે સોનાના ભાવમાં વધારો રહેશે. પણ તે એક નક્કી મર્યાદામાં વધશે.

હજુ લગ્ન સીઝન આવશે તો સોનામાં થોડો સમય વધારો જોવા મળે તે પણ શક્ય છે. જ્યાં સુધી ચાંદીનો પ્રશ્ન છે તો ચાંદીમાં ઉતાર ચઢાવનો સિલસિલો યથાવત રહેશે. ચાંદીમાં વધારો ઓદ્યોગિક ડિમાન્ડ પર નિર્ભર કરે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top