પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં થયેલું કૌભાંડ તેનું તાજું ઉદાહરણ છે. આ કૌભાંડ 11,300 કરોડ રુપિયાનું છે, પરંતુ તેનાથી પ્રભાવિત લોકો અને સંસ્થાઓના 15,000 કરોડ રુપિયા સ્વાહા થઈ ચૂક્યા છે. જે-તે કંપનીઓ અને બેંકોના શેર તૂટવાથી માર્કેટ કેપમાં કડાકો બોલાતા આ જંગી નુક્સાન થયું છે.
PNB ના કેસમાં રોકાણકારોના અત્યારસુધી 9,047 કરોડ રુપિયા ડૂબી ગયા છે. શુક્રવારે 6 ફેબ્રુઆરી 2018ના દિવસે 10.30 કલાકે પીએનબીની માર્કેટ કેપ ઘટીને 30,162 કરોડ રુપિયા થઈ ગઈ હતી, જે 12 જાન્યુઆરીએ 39,209 કરોડ રુપિયા હતી. જ્યારે નીરવ મોદીના મામાની કંપની ગીતાંજલી જેમ્સના શેર્સમાં પણ કડાકો બોલાયો છે, અને તેની માર્કેટ કેપ 300 કરોડના ઘટાડા સાથે 445.50 કરોડ પર આવી ગઈ.
મેહુલ ચોક્સીની ગીતાંજલી જેમ્સના શેર્સમાં 40 ટકાનો જંગી કડાકો બોલાયો છે. આ ઉપરાંત, પીએનબી સિવાય બીજી ત્રણ બેંકોના શેર્સમાં પણ ઘટાડો થતાં તેમના પણ 5500 કરોડ રુપિયા ડૂબી ગયા છે. આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ નીરવ મોદી છે, માટે તેના મામા મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલી જેમ્સ પર સેબીની નજર ચોંટી ગઈ છે.