કોરોનામાં માતા-પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે લેવાયો શાળા સંચાલકો દ્વારા મહત્વનો નિર્ણય

અમદાવાદમાં કોરોનાકાળમાં માતા કે પિતા ગુમાવનારા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકો તરફથી બે વર્ષની શાળાની ફિ માફીની જાહેરાત કરવામાં આવી છે. જે બાબતે મંડળ તરફથી શાળાઓને જાણ કરાશે. કેમકે ચાલુ વર્ષ દરમિયાન શાળાઓમાં ફિનો મુદ્દો ચર્ચામાં રહે તે પહેલા જ અમદાવાદના ખાનગી શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના હિતને જોતા મહત્વનો નિર્ણય લીધો છે.

અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળ દ્વારા અભિયાન “સંગાથ’ શરૂ કરવામાં આવી રહ્યુ છે. જેમાં તેમની શાળામાં અભ્યાસ કરનાર એવા વિદ્યાર્થીઓ કે જેમણે કોરોનાકાળમાં પોતાના માતા અથવા પિતા ગુમાવ્યા છે, તેવા વિદ્યાર્થીઓને બે વર્ષ એટલે કે શૈક્ષણિક વર્ષ 2019-20 અને 2021ની ફિ માફ કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે આ પ્રકારના કિસ્સા ધરાવનાર જે વિદ્યાર્થીએ ગત વર્ષ એટલે કે વર્ષ 2019-20 ની ફિ ભરી હશે, તેમની પણ પરત કરવામાં આવશે. આગામી સમયમાં રાજ્ય શાળા સંચાલક મંડળ તરફથી રાજ્યભરમાં આ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા રહેલી છે.

ભૂતકાળમાં થયેલા અનુભવોના આધારે શાળા સંચાલક મંડળ દ્વારા જે વિદ્યાર્થીના માતા-પિતાને કોરોના થયો છે, તે મહિનાની ફીમાંથી પણ માફી આપવાની જાહેરાત કરાઇ છે. અત્યારે સંચાલક મંડળ તરફથી શહેરની ખાનગી શાળામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીએ શાળામાં તેના માતા-પિતાના મૃત્યુનું ડેથ સર્ટિફિકેટ શાળામાં આધાર પુરાવા તરીકે દર્શાવશે તો તેને આ લાભ મળી શકશે. આ બાબતમાં શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ હિતેશ પટેલે જણાવ્યું છે કે, બાળકોએ શાળા પરિવારના સભ્ય છે, જેના માટે લાગણી રહેલી છે.

Scroll to Top