ગુજરાતમાં બની રહેલી કોવિડ હોસ્પિટલ માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો આ મહત્વનો નિર્ણય

કેન્દ્ર સરકારે ગુજરાતનાં અમદાવાદમાં ડીઆરડીઑ દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા 900 બેડ વાળી કોવિડ હોસ્પિટલમાં અર્ધલશ્કરી દળોના 25 ડોક્ટરો અને 75 પેરામેડિકલ સ્ટાફને નિમણૂક કરવાનો નિર્ણય લેવામો આવ્યો છે.

મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે, “ગુજરાત સરકારની વિનંતી પર, ગૃહ મંત્રાલયે અમદાવાદમાં ડીઆરડીઓ દ્વારા સ્થપાયેલી 900 બેડની કોવિડ હોસ્પિટલમાં 25 ડોકટરો અને અર્ધલશ્કરી દળોના 75 પેરામેડિકલ સ્ટાફને તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.” તમને જણાવી દઈએ કે શુક્રવારે કોરોના વાયરસના સંક્રમણના સૌથી વધુ 8,920 નવા કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 3,84,688 સુધી પહોંચી ગઈ છે.

આજે રેકોર્ડ 94 દર્દીઓનું કોરોનાના કારણે મૃત્યુ નીપજ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં એક જ દિવસમાં સૌથી વધુ 94 સંક્રમિત વ્યક્તિઓ ના મોત થવાથી રાજ્યમાં મૃત્યુ આંક 5,170 પહોંચી ગયો છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 38,387 દર્દીઓને રજા આપવામાં આવી હતી, જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા 3,29,781 સુધી પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ 49,737 દર્દીઓ સારવાર હેઠળ રહેલા છે.

Scroll to Top