ઈમરાન ખાન આજે POK માં કરશે રેલી, ભારતીય સેના રેલી ને લઈને એલર્ટ – જાણો વધુ વિગત

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ થાયા બાદ પાકિસ્તાન ના પ્રધાનમંત્રી ખુબજ ગુસ્સે છે.અને કાશ્મીર પર સતત વાર કરી રહ્યા છે.અને કલમ 370 નો વિરોધ કરી રહ્યા છે.

આમ તે આજે POK માં રેલી પણ કાઢવાના છે.કાશ્મીર પર સતત પ્રહાર કરનારા પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન શુક્રવારે એટલે કે આજે પીઓકેની રાજધાની મુઝફ્ફરાબાદમાં જનસભાને સંબોધિત કરશે.

આ સમયે તેઓ કાશ્મીર પર પોતાની સરકારની નીતિ અંગે પણ ચર્ચા કરશે. પાકિસ્તાની વિદેશ કાર્યાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે ગુરુવારે આ જાણકારી આપી હતી.

અને શુક્રવારે એટલે કે આજે POK માં રેલી યોજવાની જાણકારી આપી છે.પીઓકેમાં કાર્યવાહી માટે સેના તૈયાર, સરકાર લે નિર્ણય.

જનરલ રાવત.ભારતીય સેના પ્રમુખનો પાકિસ્તાનને કડક સંદેશ.આર્ટિકલ 370 હટાવવાને ગણાવ્યું સારું પગલું.મુઝફ્ફરાબાદમાં કરશે જનસભાને સંબોધિત

આમ પાકિસ્તાન ના પ્રધાનમંત્રી ઇમરાન ખાન એ જણાવ્યું કે 13 સપ્ટેમ્બર એ POK માં મોટી રેલી યોજાશે.ઈમરાન ખાને 10 સપ્ટેમ્બરે ટ્વિટ કરીને કહ્યું હતું.

કે તે જુમ્માના અવસરે મુઝફ્ફરાબાદમાં મોટો જલસો કરશે. તેઓએ ટ્વિટ કર્યું કે હું 13 સપ્ટેમ્બરે મુઝફ્ફરાબાદમાં મોટો જલસો કરીશ.

જેની મદદથી દુનિયાનું ધ્યાન કાશ્મીર પર લાવવાની કોશિશ કરીશ અને સાથે કાશ્મીરીઓને દેખાડીશ કે અમે તેમની સાથે ઊભા છીએ.

આમ કહીને ઇમરાન ખાન કાશ્મીરિઓ ને હોસલો આપ્યો છે.અને જમ્મુ-કાશ્મીર ના લોકો ને વિરોધ કરવાનું કહ્યું છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા પછી પાકિસ્તાન ખુબજ ગુસ્સે છે.એક તરફ જમ્મૂ કાશ્મીરના વિશેષ દરજ્જાને હટાવી દેવાયા બાદ સતત ઉશ્કેરાયેલા પાકિસ્તાનને ભારતીય સેનાએ કડક સંદેશ આપ્યો છે.

 

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ગુરુવારે કહ્યું છે કે  પાકિસ્તાનના ભાગ રૂપ કાશ્મીર (પીઓકે)માં કાર્યવાહી માટે અમારી ફોજ તૈયાર છે.

જો કે તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે આ માટે નિર્ણય સરકારે જ લેવાનો છે.સેનાઅઘ્યક્ષે 370 હટાવવાના નિર્ણયનું કર્યું સ્વાગત.

જમ્મુ-કાશ્મીર માંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ભારતીય સેના ખુબજ ખુશ છે.અને સેનાઅધ્યક્ષે જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે.

સાથે કાશ્મીરી લોકોને પણ પોતાના દેશના ગણાવ્યા છે. પીએમઓમાં રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે પીઓકેને ભારતમાં સામેલ કરવા સરકારના એજન્ડા પર આપવામાં આવેલા નિવેદનના સવાલ પર રાવતે કહ્યું કે આ વિશે સરકાર જ નિર્ણય લેશે. અન્ય સંસ્થાઓ તો સરકાર જે નિર્દેશ આપશે તે પ્રમાણે જ કામ કરશે.

આ ઉપરાંત સેનાના અધ્યક્ષ એ જણાવ્યું કે સેના કાર્યવાહી માટે હંમેશા તૈયાર,સેનાની તૈયારી અંગે તેઓએ જણાવ્યું કે સેના તો હંમેશા કોઈ પણ કાર્યવાહી માટે તૈયાર જ રહે છે.

 

પીઓકેને લઈને સરકારના નિવેદનથી આનંદ છે. રાવતે કહ્યું કે પાકના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીને જમ્મુ કાશ્મીરને ભારતીય પ્રદેશ ગણાવ્યો છે તો તેઓએ કહ્યું કે આ જ સચ્ચાઈ છે.

રાવત ઉત્તરપ્રદેશના અમેઠીના ત્રિસૂંડીના સીઆરપીએફ રિક્રૂટ ટ્રેનિંગ સેંટર પહોંચ્યા હતા. અહીં આવનારા દિવસોમાં અમેઠીમાં યોજાનારી સેના ભર્તી રેલીની તૈયારીઓની સમીક્ષા પણ કરવા પહોંચ્યા હતા.

આ ઉપરાંત પીઓકે લઈને કહીશુંઃ અમિત શાહ આ પહેલાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું કે પાકિસ્તાન હવે કોઈ પણ વાતચીત પીઓકેને લઈને કરશે નહીં.

6 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદમાં 370 પર વિપક્ષના સવાલોનો જવાબ આપતા કહ્યું કે અમે જીવ આપી દઈશું પણ પીઓકે લઈને રહીશું.

જમ્મૂ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા કરતાં રાવતે કહ્યું જમ્મૂ કાશ્મીરના લોકોએ સમજવું પડશે કે અહીં જે પણ થઈ રહ્યું છે.

તે તેમના માટે છે. સરકારે 370ને હટાવ્યું છે તો તેનો અર્થ એ કે જમ્મૂ કાશ્મીરને ભારતની સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. સુરક્ષાદળના જવાનોને પણ એક અવસર આપવાનો રહેશે.

જેથી ઘાટીમાં શાંતિ સ્થાપિત કરી શકાય.આમ ગૃહ મંત્રી અમિતશાહ એ જણાવ્યું હતું.અને જીવ આપી દઈશું પણ POK ને હાસિલ કરીશું એમ અમિત શાહ એ કહ્યું હતું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top