ઇમરાન ખાને ૩ દિવસ થી દુનિયા ભર ના બધા દેશો પાસે સમર્થન મેળવવાની કોશિશ કરી પણ માત્ર આ દેશે આપ્યું સમર્થન ક્લિક કરી ને જાણો

આપ સૌ જાણતાજ હશો કે ભારતે 2016માં થયેલ પઠાણકોટ હુમલા બાદ પાકિસ્તાન સાથે તમામ જાતની વાતચીત બંધ કરી દીધી હતી ઈમરાને બે દિવસથી દુનિયાભરના દેશોનું સમર્થન મેળવવાની કોશિષ કરી ત્યારે ઘણી જગ્યાએ થઈ તો ઉલટાનું સામેના દેશે તેનેજ ભૂલના પાત્ર ગણાવ્યો હતો.

ભારત પાક વચ્ચે લગભગ 18 હજાર કરોડ રૂપિયાનો વેપારથતો હતો પરંતુ પુલવામાં હુમલા બાદ તે ખૂબ ઓછો થઇ ગયો અને ભારતે આ વાત પર ધ્યાન આપી નહીં અને પાકિસ્તાન જોડે વાત ચિત્ત કરવાની બંધજ કરી દીધી અને ભારતે વેપાર કરવાનું પણ બંધ કરી દીધું.

હવે પરિસ્થિતિ આવી થઈ ગઈ છે કે પાકિસ્તાનબ વડા પ્રધાન ઇમરાન ખાન દુનિયાના બધા દેશ જોડે ભારત વિરુદ્ધ મદદ માંગે છે પરંતુ કોઈ દેશ સમર્થન આપવા માટે તૈયાર નથી ઇમરાન ખાન બે દિવસથી ઘણા દેશો જોડે સમર્થન માંગવા માટે વલખા મારે છે.

પણ કોઈ દેશ તેમના સમર્થન આવવા માંગતું નહિ.પાકિસ્તાને ભારત સાથે દ્વિપક્ષીય વેપાર રોકવા અને રાજકીય સંબંધો તોડવાનો નિર્ણય લીધો છે. ભારતને તેનાથી વધારે નુકસાન નહીં થાય કારણકે બન્ને દેશો વચ્ચે ત્રણ વર્ષથી વાતચીત બંધ છે.

ભારત પાક દ્વિપક્ષીય વેપાર લગભગ 18 હજાર કરોડ રૂપિયાનો હતો પરંતુ પુલવામા હુમલા બાદ વધારે આયાત નિર્યાત નથી થતી. વિદેશ મામલાઓના જાણકાર રહીસ સિંહ જણાવે છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ તેમની સેનાને ખુશ કરવા અને દુનિયાનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ પગલું ભર્યું છે.જે આગળ જઇ ને કેવું સાબિત થશે તેની કોઈ ખબર નથીઆમ તો વાતચીત 2016થી જ બંધ છે.

પાકિસ્તાને ભારતના ઉચ્ચાયુક્તને પાછા મોકલીને રાજકીય સંબંધોમાં કાપ મૂક્યો છે પરંતુ તેની કોઇ ખાસ અસર નહીં થાય. અત્યારે એલઓસી પર ગોળીબાર વધ્યા બાદ બન્ને દેશ એકબીજાના ઉચ્ચાયુક્તને તાકીદ કરે છે. ભારતે સમગ્ર વાર્તા 2013થી બંધ રાખી છે.

બીજી તરફ દ્વીપક્ષીય વાર્તા 2016માં પઠાણકોટ હુમલા પછી બંધ છે. વાતચીતના નામ પર ભારતે તાજેતરમાં માત્ર કરતારપુર કોરિડોર મામલે પાકિસ્તાન સાથે સંપર્ક સાધ્યો હતો. રહીસ સિંહ જણાવે છે કે પાકિસ્તાન જો ડિપ્લોમેટીક ચેનલ બંધ પણ કરી દે તો તેની પણ ભારત પર કોઇ અસર નહીં પડે.
ઈમરાન બે દિવસથી વ્યાકૂળ હતા,માત્ર એક જ દેશે સંવેદના દર્શાવી.

ઇમરાન ખાન બે દિવસથી વ્યાકુળ હતા કે કોઈ દેશ સમર્થન માં આવે પણ એક જ દેશ સમર્થન આવ્યું તે દેશ ચીન છે અને બીજા દેશોએ ના પડી દીધી કે અમે ભારત અને પાકિસ્તાન આંતરિક મામલામાં નહિ પડી અને કોઈને સમર્થન નહિ આપીએ.

જ્યારે ભારતે જમ્મૂ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યો તો ઈમરાન ખાન બેચેન થઇ ગયા હતા. દુનિયાના ઘણા દેશોએ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર પડનારી સંભવિત અસરો પર ચિંતા જાહેર કરી પરંતુ ભારત વિરુદ્ધ કોઇ નિવેદન આપ્યું નહીં. માત્ર ચીને કહ્યું કે ભારતનું આ પગલું તેની સંપ્રભુતાને પડકાર આપે છે. તેના પર ભારતે સ્પષ્ટ કર્યું કે આ ભારતનો આંતરિક મામલો છે.
ઈમરાને લોકો અને સેનાને ખુશ કરવા આ નિર્ણય લીધો.

ઇમરાન કહના એવું લાગે છે એ પગલું ભરવાથી પાકિસ્તાન આર્મી ખુશ થશે પણ તેમનું આ પગલું ભરવાથી એમેને કોઈ ફાયદો થયો નહિ પરંતુ તેમજે વેપાર ક્ષેત્રમાં નુકશાન થશે.

રહીસ સિંહ જણાવે છે કે પાકિસ્તાન અન્ય દેશો સાથે વાતચીતમાં કાશ્મીરનો મુદ્દો લાવે છે. આવુ ત્રણ દાયકાથી થઇ રહ્યું છે કે પાકિસ્તાનની રાજકીય આત્મા કાશ્મીરમાં વસે છે.

ઈમરાનનો આ નિર્ણય સેના માટે હોઇ શકે છે કારણ કે ભારત વિરુદ્ધ પાકિસ્તાનની નીતિ કમજોર પડવાથી સેના તેમના માટે મોટી સમસ્યા ઉભી કરી શકે છે. ઈમરાન સેનાને સંદેશ આપવા માગે છે કે ભારત વિરુદ્ધ પગલા ભરી રહ્યા છે.

પરંતુ સેના તેમના આ નિર્ણયથી ખુશ થશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. ઈમરાનનું પગલું રઘવાહટમાં લેવાયું છે.વેપાર પર અસર એટલા માટે નહીં થાય કારણ કે આપણે પાકનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પહેલાજ હટાવી દીધો છે.

પુલવામા હુમલા પહેલા જુલાઇ 2018 થી જાન્યુઆરી 2019 વચ્ચે બન્ને દેશો વચ્ચે 6230 કરોડ રૂપિયાનો વેપાર થયો હતો.

જાન્યુઆરી જૂન 2018ની સરખામણીએ તેમા 5 ટકાનો વધારો થયો હતો. 2018-19માં બન્ને દેશો વચ્ચે લગભગ 18 હજાર કરોડ રૂપિયાનો વેપાર થયો જે 2017 18ની સરખામણીએ 1600 કરોડ રૂપિયા વધારે હતો.

તેમાં ભારતનો પાકિસ્તાનને નિર્યાત 80 ટકા અને આયાત માત્ર 20 ટકા હતી. જોકે 18 હજાર કરોડ રૂપિયાનો આ વેપાર હવે ખૂબ ઓછો થઇ ગયો છે.

રહીસ સિંહ જણાવે છે કે પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો હતો. તે અંતર્ગત આપણે પાકિસ્તાનથી આવનારા સામાન પર 200 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી લગાવી હતી. પાકિસ્તાન આપણી સાથે આમેય વેપાર નથી કરી શકતું.

અત્યારે ન આપણે તેની પાસેથી વધારે આયાત કરીએ છીએ અને ન નિર્યાત કરીએ છીએ. અત્યાર સુધી પાકિસ્તાન દ્વિપક્ષીય વેપારને બહાલ કરવા માટે ભીખ માંગતુ હતું , પણ હવે નહીં કરે.

કુલભૂષણ મામલાનો અસર થઇ શકે છેરહીસ સિંહ પ્રમાણે પાકિસ્તાનનું આ પગલું કુલભૂષણ જાધવ મામલે અવરોધ પેદા કરી શકે છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટના નિર્ણય બાદ તાજેતરમાંજ જાધવને કાઉન્સિલર એક્સેસ દેવાની વાત કરી હતી. પરંતુ હવે પાકિસ્તાન તેનાથી પલટી શકે છે.

બની શકે છે કે ભારતને આ મામલો ફરીઆંતરરાષ્ટ્રીય ફોરમ પર લઇ જવો પડે. પાકિસ્તાન જાધવને ભારતીય જાસૂસ ગણાવે છે.

ત્યાંની સૈન્ય કોર્ટે જાધવને ફાંસીની સજા સંભળાવી છે જેની વિરુદ્ધ ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી.ભારત પાકિસ્તાન વચ્ચે બે વખત રાજકીય સંબંધ તૂટ્યા,ત્રણ વાર તેમાં કાપ આવ્યો.

1965 અને 1971ના યુદ્ધ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધો ખતમ થઇ ગયા હતા. બીજી તરફ 1999,2001 અને 2002માં તેમાં કાપ મુકવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2001માં આતંકવાદીઓએ સંસદ પર હુમલો કર્યો હતો. તેના બાદ ભારતે દિલ્હીમાં સ્થિત પાકિસ્તાનના મિશનમાં તૈનાત સ્ટાફમાં 50 ટકાની કમી કરી દીધી હતી.

બીજી તરફ ઉચ્ચાયુક્તને પાકિસ્તાનથી પાછા બોલાવી લીધા હતા.ભારતે દિલ્હીમાં પાકિસ્તાનના મિશન પ્રમુખથી વાત કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મે 2002માં ભારતે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના તત્કાલીન ઉચ્ચાયુક્ત અશરફ જહાંગીર કાજીને કાઢી મૂક્યા હતા.

કાશ્મીરમાં એક આતંકી હુમલામાં 35 લોકોના મોત બાદ ભારતે આ પગલું ભર્યું હતું. તે વખતે જહાંગીર કાજી આતંકીઓનુ સમર્થન કરી રહ્યા હતા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top