પાકિસ્તાનમાં ઇમરાન ખાનનો તાલીબાન પ્રેમ છલકાયો, પાંચ વર્ષ બાદ કુખ્યાત તાલીબાનીને મુક્ત કરાયો

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો મેળવી લેવામાં આવ્યો છે. જ્યારે આ બાબતને લઈને પાકિસ્તાનથી સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબજો મેળવી લીધા બાદ સૌથી વધુ ખુશ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન જોવા મળ્યા છે. તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનમાં કબજો મેળવી લીધા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનો તાલિબાન તરફ પ્રેમ છલકાયો છે. જ્યારે હવે ઈમરાન ખાનની સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ ખુંખાર તાલિબાનીને મુક્ત કરી દેવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના બગડેલા હાલત વચ્ચે ભારત સહિત અનેક દેશો પોતાના નાગરિકોને અફઘાનિસ્તાનથી બહાર લાવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાન દ્વારા તાલિબાનના સક્રિય સભ્ય મુલ્લા મોહમ્મદ રસૂલને મુક્ત કરી દેવામાં આવ્યો છે. જ્યારે તેના વિશે વાત કરવામાં આવે તો તે છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંદીનું જીવન પસાર કરી રહ્યો હતો.

તેની સાથે મુલ્લા મોહમ્મદ રસૂલને તાલિબાનથી જુદા થયા બાદ અને એક નવું જૂથ બનાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે તે તાલિબાનમાં પરત ફર્યો છે અને ઈમરાન સરકાર દ્વારા હવે પોતાનો તાલિબાની તરફ પ્રેમ દેખાડતા મુલ્લા મોહમ્મદ રસૂલને જેલમાંથી આઝાદ કરી દેવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાનનો તાલિબાન પ્રેમ ભવિષ્યમાં તેને જ ભારે પડશે તેવી શક્યતાઓ છે.

Scroll to Top